
ચેન્નાઈ, નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.) ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ અને પ્રખ્યાત કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે, ભારત વર્લ્ડ કપ જીતશે. તેણે કહ્યું કે, ટીમના ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે, જે એક સારો સંકેત છે.
ભારતીય ટીમ, સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયાએ, સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બંને ટીમો વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે.
ફાઈનલ મેચ પહેલા રવિ શાસ્ત્રીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ભારત વર્લ્ડ કપ જીતશે. ભારતીય ટીમ ફેવરિટ તરીકે વર્લ્ડ કપ ફાઇનલમાં પદાર્પણ કરશે. ભૂતપૂર્વ કોચે કહ્યું કે, ટીમે કંઈ અલગ કરવાનું નથી, તેણે ફક્ત તે જ ચાલુ રાખવું પડશે, જે તેઓ પાછલી મેચોમાં કરતા આવ્યા છે. તેણે કહ્યું કે, ભારતીય ટીમની સૌથી સારી વાત એ છે કે ટીમ કોઈ એક કે બે ખેલાડીઓ પર નિર્ભર નથી. ટીમના 8 થી 9 ખેલાડીઓ એક પછી એક રમત માં પ્રદર્શન કરી રહ્યા છે. આ ખૂબ જ સારો સંકેત છે.
હિન્દુસ્થાન સમાચાર/વીરેન્દ્ર/સુનીત / ડો. હિતેશ
