અમદાવાદ, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) કેનેડામાં બેઠેલા સ્વ-ઘોષિત ખાલિસ્તાન ચળવળના નેતા ગુરપતવંત સિંહ પન્નુ, પોતાની ગતિવિધિઓથી પરે થતા નથી. તેણે ફરી વૈમનસ્ય ફેલાવતો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં પન્નુએ આજે (રવિવારે) અમદાવાદમાં યોજાનારી, વર્લ્ડકપની ફાઈનલ મેચને રોકવાની ગિદડ ધમકી આપી છે.
આ એ જ પન્નુ છે, જેની ધમકીઓને સરકાર ક્યારેય ગંભીરતાથી લેતી નથી. તેમજ સમાજને તેના પર વિશ્વાસ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતના વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેચ જોવા આવી શકે છે. તેથી, સુરક્ષા એજન્સીઓએ, ચોક્કસપણે સતર્ક રહેવાની જરૂર છે. પંજાબથી લઈને ભારત અને દુનિયામાં શીખ ધર્મના મોટાભાગના અનુયાયીઓ પન્નુને શીખ માનતા નથી. આ લોકો માને છે કે, જે પાઘડી નથી પહેરતો તે સાચો શીખ નથી બની શકતો.
નોંધનીય છે કે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2023ની ફાઇનલ મેચ આજે, અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. સ્ટેડિયમની અંદર અને બહાર અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પન્નુ પોતાને શીખ ફોર જસ્ટિસના વડા ગણાવે છે. આ સંગઠન પર પ્રતિબંધ છે. આ પહેલીવાર નથી, જ્યારે પન્નુએ આવો વીડિયો જાહેર કરીને ધમકી આપી હોય. સપ્ટેમ્બરમાં ભારત-પાકિસ્તાન આસીસી વર્લ્ડ કપ 2023 મેચ પહેલા, પણ આવી ધમકીઓ આપવા બદલ પન્નુ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
