મેલબોર્ન, નવી દિલ્હી,16 જાન્યુઆરી (હિ.સ.) વર્લ્ડ નંબર 1 મહિલા ટેનિસ ખેલાડી ઇગા સ્વિએટેકે મંગળવારે, રોડ લેવર એરેના ખાતે ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રારંભિક રાઉન્ડમાં ભૂતપૂર્વ ચેમ્પિયન સોફિયા કેનિનને 7-6(2) 6-2થી હરાવીને જીત સાથે, તેના અભિયાનની શરૂઆત કરી હતી.
આ મેચ સ્વિએટેકેની પ્રતિષ્ઠાની આકરી કસોટી સાબિત થઈ. પ્રથમ સેટમાં બે વખત સ્વિએટેકેની સર્વિસ તોડી નાખનાર કેનિન દ્વારા, મજબૂત શરૂઆત છતાં, સ્વિએટેકે વળતી લડત આપી, મેચને ટાઈ-બ્રેકમાં લઈ જઈ આખરે સેટ પોતાના નામે કર્યો.
સ્વિએટેક, કેનિનને બીજા સેટમાં કોઈ તક આપી ન હતી અને બીજા રાઉન્ડમાં પ્રવેશવા માટે 6-2 થી સેટ જીતી લીધો હતો, જ્યાં તેણીનો સામનો ડેનિયલ કોલિન્સ સામે થશે. જેણે 2016ની વિજેતા એન્જેલિક કર્બરને હરાવ્યા હતા.
સ્વિએટેકે કહ્યું, શરૂઆતમાં મારી લય લાવવી સહેલી ન હતી. મને થોડું અજીબ લાગ્યું અને મને લાગ્યું કે, સોફિયાએ તેને આ રીતે રાખવા માટે ખરેખર બધું જ કર્યું છે, તેના માટે ખૂબ જ આદર છે. તે જાણે છે કે, શું કરવાનું છે. મને ખુશી છે કે, હું મારું સ્તર વધારવામાં સફળ રહી.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
