
બીજિંગ, નવી દિલ્હી, 11 ડિસેમ્બર (હિં.સ.) ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (આઈટીટીએફ) મેન્સ અને વિમેન્સ સિંગલ્સ વર્લ્ડ કપ, એપ્રિલ 2024માં ચીનના મકાઉમાં યોજાશે.
વિશ્વ ટેબલ ટેનિસ સંચાલક મંડળે રવિવારે દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતના ચેંગડુમાં, ઉદ્ઘાટન મિશ્ર ટીમ વર્લ્ડ કપના સમાપન બાદ આ જાહેરાત કરી હતી.
વર્લ્ડ કપ, મકાઉના સૌથી મોટા ઇન્ડોર એરેના ગેલેક્સી એરેના ખાતે યોજાશે.
એક અખબારી યાદીમાં, આઈટીટીએફ એ કહ્યું કે,” વિશ્વ કપને પુનઃજીવિત કરવાનો નિર્ણય એક વ્યૂહાત્મક પગલાને ચિહ્નિત કરે છે. જે રમતના સમૃદ્ધ વારસાને પુનર્જીવિત કરવા અને સાચવવા માટે આઈટીટીએફ ની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.”
વૈશ્વિક સંચાલક મંડળ 2026 માં તેની શતાબ્દી નજીક આવી રહ્યું છે, ત્યારે આ પહેલ આઇકોનિક ઇવેન્ટ્સમાં, નવા પ્રાણ ફૂંકવાનો અને તેના મિશન સાથે એકીકૃત રીતે સંરેખિત થાય છે. આઈટીટીએફ એ જણાવ્યું હતું.
1980 માં શરૂ થયેલ પ્રથમ આઈટીટીએફ વર્લ્ડ કપ હોંગકોંગ, ચીનમાં યોજાયો હતો. જેનું નવીનતમ મંચન 2020માં, પૂર્વી ચીનના શેન્ડોંગ પ્રાંતના વેઈહાઈમાં થયું હતું.
2021 થી, ઇવેન્ટને વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યુટીટી) કપ ફાઇનલ દ્વારા, બદલવામાં આવી છે, જે 2021 માં સિંગાપોરમાં અને 2022 માં મધ્ય ચીનના શિનજિયાંગ, હેનાન પ્રાંતમાં યોજાઈ હતી.
આઈટીટીએફ પ્રમુખ પેટ્રા સોર્લિંગે જણાવ્યું હતું કે, ચેંગડુમાં 2023 મિશ્ર ટીમ વર્લ્ડ કપની નોંધપાત્ર સફળતાએ રોમાંચક ભાવિ માટેનો તબક્કો તૈયાર કર્યો છે. આ વેગને આધારે, અમે ચીનના મકાઉમાં સિંગલ્સ વર્લ્ડ કપની પુનરાગમનની જાહેરાત કરતાં આનંદ અનુભવીએ છીએ. આવતા વર્ષે નવેમ્બરમાં ચેંગડુમાં મિશ્ર ટીમ ઇવેન્ટની પરત ફરવાથી અમે રોમાંચિત છીએ.
આ નિર્ણય વૈશ્વિક સ્તરે રમતને આગળ વધારવાની, અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે અને અમને વિશ્વાસ છે કે, અમે ફરી એક વખત અતુલ્ય કાર્યક્રમ જોઈશું જે આઈટીટીએફ વર્લ્ડ કપના વારસાને વધુ સમૃદ્ધ બનાવશે. તેમણે કહ્યું.
આઈટીટીએફ ના વાઇસ પ્રેસિડેન્ટ અને ચાઇનીઝ ટેબલ ટેનિસ એસોસિએશન (સીટીટીએ)ના પ્રમુખ લિયુ ગુઓલિયાંગે મકાઉમાં સફળ આઈટીટીએફ વર્લ્ડ કપ માટે આશા વ્યક્ત કરી હતી.
મકાઉ એ તાજેતરના વર્ષોમાં, ઘણી વિશ્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે, અને ચાહકોના ઉત્સાહે હંમેશા અમારા રમતવીરોને પ્રભાવિત કર્યા છે. તેમણે કહ્યું.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
