• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > સુરતમાં મીનીબજાર સરદાર પ્રતિમા થી સરથાણા નેચર પાર્ક સુધી વરાછા વિધાનસભાની સરદાર @ 150 યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ
Regional

સુરતમાં મીનીબજાર સરદાર પ્રતિમા થી સરથાણા નેચર પાર્ક સુધી વરાછા વિધાનસભાની સરદાર @ 150 યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ

CliQ INDIA
Last updated: November 22, 2025 4:40 am
CliQ INDIA
Share
3 Min Read
SHARE

સુરત, 21 નવેમ્બર (હિ.સ.) : દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે વરાછા વિધાનસભા વિસ્તારની ‘સરદાર @ 150 યુનિટી માર્ચ’ પદયાત્રાને મીનીબજાર સ્થિત સરદાર પટેલની પ્રતિમા ખાતેથી સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશ માવાણી અને ધારાસભ્ય કુમાર કનાણીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

સુરત મહાનગર પાલિકા અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરદાર પ્રતિમા મીનીબજાર થી સરથાણા નેચર પાર્ક સુધીની એકતા પદયાત્રા પૂર્ણ થઈ હતી. સરદાર પ્રતિમા મીનીબજાર થી સરથાણા નેચર પાર્ક સુધીમાં વિવિધ સ્થળો પર એકતા પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

વરાછા વિધાનસભામાં યોજાયેલી યુનિટી માર્ચ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપક્રમે સમગ્ર દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી તેમજ શહેરોથી ગામડાંઓ સુધી રાષ્ટ્રીય એકતા અને સંકલ્પનો માહોલ સર્જાયો છે. આ જ ઉજાસ વચ્ચે વરાછા વિધાનસભામાં પણ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

મેયરએ વધુમાં જણાવ્યું કે, “સરદાર વલ્લભભાઈ પટેલ એવા મહાન રાષ્ટ્રપુરુષ હતા, જેમનું વ્યક્તિત્વ અને કાર્ય શબ્દોમાં સમાવી શકાય તેમ નથી. સરદાર સાહેબના ત્યાગ, શિસ્ત, નિષ્ઠા અને રાષ્ટ્રીય એકતા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા આજે પણ દેશના દરેક નાગરિક માટે પ્રેરણાસ્ત્રોત છે. યુનિટી માર્ચ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ સરદાર સાહેબના બલિદાનને વંદન કરી રાષ્ટ્રીય એકતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવવાનો અવસર છે.

યુનિટી માર્ચ પ્રસંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, “ભારતને આઝાદી અપાવવાની લડતમાં અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. આ મહાન યજ્ઞમાં મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વિઝનરી નેતાઓનું યોગદાન અવિસ્મરણીય છે. દેશ આઝાદ થયા બાદ ૫૬૨ રજવાડાંને એકત્રીત કરીને અખંડ ભારતનું નિર્માણ કરવાનું કાર્ય જો કોઈએ ભગીરથ પ્રયત્નોથી સફળ બનાવ્યું હોય તો તે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જ છે. રાષ્ટ્રની એકતા માટે કરેલું તેમનું અવિરત પરાક્રમ આજે પણ દરેક ભારતીય માટે ગૌરવનો વિષય છે.” તેમણે ઉમેર્યું કે, “સરકાર દ્વારા નિર્મિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સરદાર સાહેબના મહાન જીવનચરિત્ર અને રાષ્ટ્રને આપેલા અપરંપાર યોગદાનનું શાશ્વત પ્રતીક છે. દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી સરદાર સાહેબને નમન કરે છે, જે આપણી રાષ્ટ્રીય ગૌરવગાથાનો અવિભાજ્ય ભાગ બની ગયું છે.”

આ પ્રસંગે અગ્રણી કાનજી ભાલાળા, અગ્રણી માધુભાઈ, કોપોરેટરઓ, હિરા ઉદ્યોગના અગ્રણીઓ, ડે.મ્યુ.કમિશનર તથા પાલિકા અધિકારીઓ પદાધિકારી સહિત શહેરજનો યાત્રામાં જોડાયા હતા.

—————

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

You Might Also Like

શિહોરમાં ડેન્ટોબેક કંપની ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભાવનગર રેન્જનો જાગૃતિ કાર્યક્રમ
સુરતમાં ઓવરસ્પીડનો કહેર: KTM બાઈક અકસ્માતમાં બે યુવાનોનાં મોત
એએમસીના સ્વચ્છતા અભિયાન હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટીક અંગેના જાગૃતિ કાર્યક્રમની સાથે કલેક્શન ડ્રાઇવનું આયોજન
અમરેલીના રાજુલા સ્ટેટ હાઈવે પર બાઈક સવારની બાજુમાંથી અચાનક સિંહ પસાર, લોકોએ અનુભવ્યો રોમાંચ અને ભય
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સરહદી ગામ મોટી છેરમાં જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી, પહેલ મહત્વપૂર્ણ : એલ. મુરુગન
Next Article દેશના વૈજ્ઞાનિકોએ એક એવો પદાર્થ બનાવ્યો, જે શરીરના ભાગોની ગતિવિધિઓથી વીજળી ઉત્પન્ન કરે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?