
અમદાવાદ,28 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મારી માટી, મારો દેશમાટીને નમન વીરોને વંદન અભિયાન અંતર્ગત ગુજરાતની ભૂમિથી 308 કળશ સાથે 800 યુવાનોને લીલી ઝંડી આપી દિલ્હી રવાના કરવામાં આવ્યા હતા.
જેનો ઉદ્દેશ માતૃભૂમિને નમન કરવાનો અને દેશના સપૂતોને શ્રદ્ધાંજલિ આપવાનો છે.
ગુજરાત રાજ્યભરમાંથી માટી એકત્રિત કરી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નજીક
અમૃત વાટિકા તૈયાર કરવામાં આવશે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી
નિર્માણ પામનાર અમૃત વાટીકા એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિક બનશે.
આ કાર્યક્રમમાં સંદીપ કુમાર વિકાસ કમિશનર,આઈએએસ હર્ષદ પટેલ
તેમજ રેલવેના અધિકારીઓ, પોલીસ કર્મીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
