મોડાસા, 20 જાન્યુઆરી(હિ. સ.)આજરોજ સનાતન ધર્મ સ્થાપનાર ની રામ ભક્તો દ્વારા વિજયનગર તાલુકાના દંતોડ ગામમાં જય શ્રી રામના નારા સાથે યુવા મિત્રો દ્વારા સમગ્ર દંતોડ ગામમાં ઘરે-ઘરે ફરી અક્ષત વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામધૂન અને વિવિધ ધ્વનિ સાથે સમગ્ર ગામમાં યુવાનો દ્વારા આ અક્ષત વિતરણ કાર્યક્રમ માં આરતીનું આયોજન કરી સમગ્ર ગામમાં રામની પ્રતિમાને ફેરવવામાં આવી હતી ઉત્સાહભેર તમામ ગામના યુવાનો વડીલો માતાઓને રામને જય શ્રી રામના નારા સાથે વધાવી લીધા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/બિનોદ
