• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > વિકાસલક્ષી બધા જ પ્રોજેક્ટ્સ, સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત ધોરણે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરીએઃ મુખ્યમંત્રી
Regional

વિકાસલક્ષી બધા જ પ્રોજેક્ટ્સ, સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત ધોરણે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરીએઃ મુખ્યમંત્રી

CliQ INDIA
Last updated: July 31, 2025 6:31 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE
7 વિભાગોના કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી

ગાંધીનગર, 31 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકના ત્રીજા ઉપક્રમમાં રાજ્ય સરકારના વિવિધ 7 વિભાગોના કુલ 1 લાખ 74 હજાર કરોડના 32 પ્રોજેક્ટ્સમાં થયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવોએ તેમના વિભાગોના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહી અને આગામી આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી.

મુખ્યમંત્રીએ આ સમીક્ષા દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું જે વિઝન આપ્યું છે તેને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ બધા જ વિકાસલક્ષી પ્રોજેક્ટ ઇન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટના દિશાસૂચક છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, પ્રોજેક્ટ નિશ્ચિત સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત કામો સાથે પૂરાં થાય એટલું જ નહિં, પ્રોજેક્ટમાં થતા વિલંબથી નાણાંકીય ભારણ વધે નહીં તે પણ સુનિશ્ચિત થાય તે જરૂરી છે.

મુખ્યમંત્રીએ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું વળતર ખેડૂતોને ચૂકવવાની કામગીરી ઓગસ્ટ-2025 સુધીમાં પૂર્ણ કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા હતા.

કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલા 30 ગીગાવોટના હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની 64 ટકા કામગીરી પૂર્ણ થઈ છે અને 6862 મેગાવૉટના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ કાર્યરત થયા છે. એટલું જ નહિ, ડિસેમ્બર-2026 સુધીમાં RE પાર્ક પૂર્ણ કરવાના આયોજન સાથે આગળ વધવાની ઊર્જા વિભાગની કામગીરીની સમીક્ષા પણ મુખ્યમંત્રીએ કરી હતી.

લોથલમાં ભારત સરકાર દ્વારા નિર્માણાધીન નેશનલ મેરિટમ હેરિટેજ કોમ્પ્લેક્સની પ્રગતિ સંદર્ભમાં આ સમીક્ષા બેઠકમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે 400 એકર જમીન ફાળવણી, પાણી પુરવઠાની પાઇપલાઇન, વીજ પુરવઠાની ટ્રાન્સમિશન લાઈન અને સરગવાડાથી પ્રોજેક્ટ સાઈટ સુધીનો રસ્તો ચાર-માર્ગીય કરવાની કાર્યવાહી પૂર્ણ કરી છે.

આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બસ મથક, પોલીસ સ્ટેશન, સ્ટેટ પેવેલિયનની કામગીરી પ્રગતિમાં છે તથા ટુરિઝમ સરકીટનું આયોજન પ્રારંભિક તબક્કે છે તેની વિગતો આપવામાં આવી હતી.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઈઝ 1 થી 6 અન્વયે વાસણા બેરેજથી લઈને ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન સુધીની તબક્કાવાર હાથ ધરાનારી કામગીરીની વિગતો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ શ્રી આઈ.પી. ગૌતમે આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુરતમાં નિર્માણ થઈ રહેલા ડ્રીમ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતનો જે માસ્ટર પ્લાન રાજ્ય સરકારમાં સબમિટ કરવામાં આવ્યો છે તે સંદર્ભમાં આ બેઠકમાં ચર્ચા-પરામર્શ કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં શ્રમ અને રોજગાર વિભાગના પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટીના બાંધકામ અને તેને સંલગ્ન બાબતોની સમીક્ષા કરીને મુખ્યમંત્રીએ સમગ્ર કામગીરી ત્વરાએ પૂર્ણ કરી દેવા સૂચન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બધા જ હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સમાં ક્વોલિટી એસ્યોરન્સને તથા ટાઈમલાઈનને અગ્રતા આપવાની સંબંધિત સચિવોને જરૂરી સૂચનાઓ આપી હતી.

મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, પ્રોજેક્ટ્સ સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવઓ, મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ.રાઠૌર, વિભાગોના અગ્ર સચિવઓ અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ તથા સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં સહભાગી થયા હતા.

—————

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ

You Might Also Like

કોડીનારની જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સના બાળકો જિલ્લા કક્ષાની ફુટબોલ સ્પર્ધામાં ઝળક્યા
અમદાવાદની મોટી હોસ્પિટલ SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગતાં દોડધામ
દૂધધારા ડેરી ભરૂચમાં, ફરી ઘનશ્યામ પટેલની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી
તા.૧.૦૯.૨૦૨૫થી તા.૧૫.૦૯.૨૦૨૫ દરમ્યાન ખેડૂતો, જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નોંધણી કરાવી શકે છે
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં આજે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાશે,

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિની, ભારત મુલાકાત – Hindusthan Samachar Gujrati
Next Article 'માત્ર ગ્લેમર જ નહીં, પાત્રમાં સત્યતા હોવી જોઈએ': ત્રિધા ચૌધરી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?