સુરત,19 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંગરોલ તાલુકાના રણકપોર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનો ઢોલ નગાડા સાથે ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ અવસરે પ્રાથમિક શાળાના આચાર્ય સચિન પટેલ દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, પીએમ કિસાન વયોજના, કિસન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજના, તેમજ આઇસીડીએસ માંથી મળતી તમામ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો નો વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પોષણ અભિયાન ,પીએમ જેવાય ,સખી મંડળ, ખેતીવાડી વિભાગ,આરોગ્ય વિભાગ,આઇસીડીએસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. તેમજ આંગણવાડી દ્વારા વિવિધ વાનગીઓનો નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રણકપોર ગામે પ્રાથમિક શાળાના આચાર્ય સચીન પટેલ, આરોગ્ય શાખાના દિવ્યેશ સાંગાણી ,પશુધન નિરીક્ષક નિરવ સાંગાણી ,તલાટી સોનલ વસાવા ,સરપંચ વાસંતી પટેલ ,તલાટી કમ મંત્રી તેમજ તમામ સભ્ય તમામ લાભાર્થી આંગણવાડી વર્કર, તેડાગર અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
