
સુરત, 10 ડિસેમ્બર(હિ. સ.)-કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના કામરેજ તાલુકાના નનસાડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી ભારતીબેન રાઠોડ,જિલ્લા પંચાયતના દંડકશ્રી મુકેશભાઇ રાઠોડ,તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી હર્ષદભાઇ ઢોડીયા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતિ તેજલબેન મિસ્ત્રી, તાલુકા પંચાયતના સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રીમતિ પુષ્પાબેન પરમાર, તાલુકા પંચાયતના દંડકશ્રી મંજુબેન રાઠોડ, આંગણવાડી કાર્યકર, આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ, ગ્રામજનો, લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
