


જામનગર,12 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ઠેર-ઠેર રથનું નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ચારણતુંગી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિશાન સ્વનિધી યોજના, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. તેમજ લાભાર્થીઓએ ””મેરી કહાની, મેરી જુબાની”” અંતર્ગત પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. ગ્રામજનોએ વિકસિત ભારત-2047 ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.
આ કાર્યક્રમમાં લાલપુર તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / કિંજલ કારસરીયા
/હર્ષ શાહ
