ગાંધીનગર, 21 ઓગસ્ટ (હિ.સ.): મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સલામતી સ્ટાફ પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણમાસ નિમિત્તે ગાંધીનગરમાં આયોજીત સત્ય નારાયણ કથા – મહાપૂજામાં શ્રધ્ધા ભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ, સચિવ ડો. વિક્રાંત પાંડે અને મુખ્ય મંત્રીના સલામતી પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, નાયબ પોલીસ અધિક્ષકઓ અને મુખ્યમંત્રીના સુરક્ષા અધિકારીઓ તેમજ કમાન્ડોઝ પણ આ કથા શ્રવણ અને પૂજા આરતીમાં જોડાયા હતા.
—————
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ
