મોરબી/અમદાવાદ,15 ડિસેમ્બર (હિ.સ.) ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ્સ-2023 અંતર્ગત મીલેટ ડેવલોપમેન્ટ યોજનામાં મીલેટ પ્રોસેસીંગ યુનીટ બનાવવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નાણાકીય સહાય માટે https:khedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી સહાય મેળવી શકાય છે.
સહાય મેળવવા ઈચ્છતા ખેડૂતઓ જરૂરી આધાર પુરાવા 8-અ, બેંક ખાતાની વિગત, આધાર કાર્ડ વગેરે સાથે મોબાઈલ દ્વારા અથવા નજીકના ઈ-ગ્રામ કે ઈન્ટનેટ સુવિધા કેન્દ્ર ખાતે https:khedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકશે.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
