ગીર સોમનાથ, 30 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથના મિતિયાજ મા શાળા,આંગણવાડીને જોડતો માર્ગ બિસ્માર હોય લોકો, અને છાત્રોને ભારે હાલાકીનો સામનોપડી રહ્યો છે.કોડીનાર તાલુકાનાં મિતારાજ માં મફ્ત પ્લોટ વિસ્તારમાં પ્રાથમિક કુમરશાળા જતાં વિદ્યાર્થી ઓ અને આંગણવાડી માજતાં નાનાં નાનાં બાળકોને જવા આવવા માટે રસ્તો સાવ બિસ્માર હાલતમાં ફેરવાયો છે પાણી ની રેલમછેલ જોવા મળી રહી છે. વિદ્યાર્થી ઓને મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે આઅંગે સામાજીક કાર્યકર લલિતભાઈ વાળા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
