

પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : આણંદ નજીકનો ગંભીરા પુલની દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે અને જર્જરીત પુલને લઇ મોટા નિર્ણય લેવામા આવી રહ્યા છે. ત્યારે પોરબંદર જીલ્લામાં પણ પાંચ જેટલ જર્જરીત પુલ જોવા મળી રહ્યા છે તે પૈકીના પોરબંદરના લકડીબંદર નજીકનો પુલ જર્જરીત હાલતમાં હોવાથી તેમને બંધ કરી દેવામા આવ્યો છે. પોરબંદર શહેરથી સુભાષનગર તરફ જતાં રસ્તા લકડીબંદર નજીકનો પુલ છેલ્લા પાંચ-સાત વર્ષથી જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો હતો અત્યાર સુધી તંત્ર નિદ્રાધીન અવસ્થામા હતુ.
ગંભીરા પુલની ઘટના બાદ જાગ્યુ હોય તેમા આજે શુક્રવારે સવારના સમયે લકડીબંદર પરનો પુલ વાહનોની અવારજવાર માટે બંધ કરી દેવામા આવ્યો હતો જીલ્લા કલેકટરે પુલનુ નિરિક્ષણ કર્યા બાદ જીએમબી દ્રારા આ નિર્ણય લેવામા આવ્યો છે .તો બીજી તરફ માછીમાર આગેવાન સુનીલભાઈ ગોહેલના જણવ્યા અનુસાર લકડી બંદરનો પુલ છેલ્લા પાંચ-સાત વર્ષથી જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે. તો અત્યાર સુધી તેમનુ સમારકામ કેમ કરવામાં આવ્યુ નહિં અન્યથા બાજુમા નવો પુલ કેમ બનવામાં આવ્યો નહિં બાજુમા નવા પુલનુ નિમાર્ણ કરવામાં આવ્યુ હોત તો હાલ જે પુલ બંધ કરી દેવામા આવ્યો છે તેના કારણે માછીમારોને મુશ્કેલી ન પડી હોત પુલ પર થી માછીમારો મરછી ભરેલા વાહનોની સતત અવરજવર રહે છે. વૈકલ્પિક વ્યવસથા વિના જ પુલ બંધ કરી દેવામા આવતા માછીમારોની મુશ્કેલી વધી છે હાલ તો પુલનુ સમારકામ શરૂ કરી દેવામાં આવ્યુ છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya
