• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > પરંપરાગત પદ્ધતિ ફરી જીવંત: મગફળીના પાક માટે રાત્રિના સમયે દવાનો છટકાવ એક અસરકારક ઉપાય
Regional

પરંપરાગત પદ્ધતિ ફરી જીવંત: મગફળીના પાક માટે રાત્રિના સમયે દવાનો છટકાવ એક અસરકારક ઉપાય

CliQ INDIA
Last updated: August 17, 2025 11:55 pm
CliQ INDIA
Share
5 Min Read
SHARE
વડીલોની પરંપરાગત પદ્ધતિ ફરી જીવંત
વડીલોની પરંપરાગત પદ્ધતિ ફરી જીવંત
વડીલોની પરંપરાગત પદ્ધતિ ફરી જીવંત

અમરેલી, 17 ઓગસ્ટ (હિ.સ.): અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મગફળીના પાકમાં લશ્કરી ઈયળ તેમજ લીલી ઈયળનો ઉપદ્રવ ઝડપથી વધ્યો છે. ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે દિવસ દરમિયાન દવાનો છટકાવ કરી રહ્યા છે, પરંતુ ઘણી વખત દિવસ દરમિયાન દવાનો છટકાવ એટલો અસરકારક સાબિત થતો નથી. આવી પરિસ્થિતિમાં હવે ખેડૂતો જૂની પદ્ધતિ તરફ વળી રહ્યા છે. વર્ષો પહેલા ખેડૂતો અને વડીલો પોતાના અનુભવ પરથી રાત્રિના સમયે દવાનો છટકાવ કરતા હતા, કારણ કે તે સમયે ઈયળો વધુ પ્રમાણમાં મગફળીના પર્ણ ઉપર આવી જાય છે અને તેમને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. આજના સમયમાં આધુનિક સાધનો હોવા છતાં ખેડૂતો ફરી એકવાર આ પરંપરાગત પદ્ધતિ અપનાવી રહ્યા છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના છાપરી ગામના ખેડૂત ચૌહાણ નીતિનભાઈએ જણાવ્યું કે તેમણે 15 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે. પાક સારો ઉભો થયો છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી લશ્કરી ઈયળનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. નીતિનભાઈએ જણાવ્યું કે દિવસ દરમિયાન બે વખત દવાનો છટકાવ કર્યો હતો, છતાંય ઈયળના ઉપદ્રવમાં ઘટાડો થયો નથી. તે સમયે તેમને પોતાના વડીલ પાસેથી સાંભળેલું અને પોતાના દાદાના અનુભવો યાદ આવ્યા. તેમના દાદા કહેતા કે જો રાત્રિના સમયે દવાનો છટકાવ કરવામાં આવે તો ઈયળ ઉપર ઝડપી અસર થાય છે. કારણ કે દિવસ દરમિયાન તડકામાં ઈયળ જમીન કે થડના નીચેના ભાગમાં છુપાઈ જાય છે. પરંતુ રાત્રિના સમયે વાતાવરણ ઠંડું થતાં ઈયળ પર્ણ ઉપર આવીને ખાવા માંડે છે. આવી પરિસ્થિતિમાં દવાનો છટકાવ કરવામાં આવે તો તેનો સીધો અસર ઈયળ ઉપર થાય છે અને ઉપદ્રવ ઘટાડવામાં સહાય મળે છે. આ કારણસર તેમણે પોતાના ખેતરમાં રાત્રિના સમયે દવાનો છટકાવ શરૂ કર્યો છે.

તે જ રીતે છાપરી ગામના બીજા ખેડૂત સંજયભાઈ ગોંડલીયાએ પણ પોતાનો અનુભવ શેર કર્યો હતો. સંજયભાઈએ જણાવ્યું કે તેમની પાસે કુલ 20 વીઘા જમીન છે જેમાંથી 15 વીઘામાં મગફળીનો પાક ઉભો છે. છેલ્લા કેટલાક દિવસથી મગફળીમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે. તેમણે દિવસ દરમિયાન બે વખત દવાનો છટકાવ કર્યો હતો પરંતુ તેની અસર દેખાઈ નથી. વડીલો પાસેથી સાંભળેલું હતું કે રાત્રે દવાનો છટકાવ કરવામાં આવે તો ઈયળને વધુ અસર થાય છે. કારણ કે દિવસ દરમિયાન ઈયળ થડ અને જમીનની નીચે છુપાઈ જાય છે જ્યારે રાત્રે પર્ણ ઉપર ખાવા માટે આવે છે. આ સમયે દવાનો છટકાવ કરવાથી સીધો સંપર્ક ઈયળ સાથે થવાથી તે ઝડપથી નાશ પામે છે. એ કારણે સંજયભાઈએ પણ રાત્રિના સમયે દવાનો છટકાવ શરૂ કર્યો છે.

ખેડૂતો કહે છે કે રાત્રિના સમયે છટકાવ કરતાં દવાનો ખર્ચ ઓછો થાય છે અને અસરકારક પરિણામ મળે છે. દિવસ દરમિયાન દવાનો છટકાવ કરતાં એક તો તાપમાનના કારણે દવાની અસર ઘટી જાય છે, બીજું ઈયળ જમીનમાં છુપાઈ જાય છે. જ્યારે રાત્રે ઠંડકમાં ઈયળ પાકના ઉપરના ભાગમાં આવીને ખાવા માંડે છે, તે સમયે દવાનો છટકાવ કરવાથી યોગ્ય પરિણામ મળે છે.

આ પદ્ધતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે. ઘણા ખેડૂતો પોતાની વાડીઓમાં આ જ રીત અજમાવી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓએ પણ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે કે પાકમાં જીવાતનો ઉપદ્રવ કઈ રીતે નિયંત્રિત કરી શકાય. તેમ છતાં, વડીલોની પરંપરાગત રીતો ઘણી વખત વધુ અસરકારક સાબિત થાય છે.

અમરેલી જિલ્લાના ખેડૂતો હવે રાત્રિના સમયે ટ્રેક્ટર પંપ, મોટર પંપ અને સ્પ્રે પંપની મદદથી દવાનો છટકાવ કરે છે. આ રીતમાં ઓછા સમયમાં વધારે વિસ્તાર આવરી લેવાઈ જાય છે અને ઉપદ્રવ પર કાબુ મેળવવામાં સહાય મળે છે. ઘણા ખેડૂતો કહે છે કે આ રીતે તેઓને પાકની ઉપજ સારી રીતે બચાવી શકાય છે.

મગફળી ગુજરાતનો મહત્વપૂર્ણ પાક છે અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં તેનો વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. પાકમાં લશ્કરી ઈયળ અને લીલી ઈયળનો ઉપદ્રવ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. આ પરંપરાગત પદ્ધતિને આધુનિક સાધનો સાથે અપનાવીને ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

અંતે કહી શકાય કે જૂની પદ્ધતિ અને આધુનિક સાધનોનું સંયોજન ખેડૂતોને પાક બચાવવામાં મદદરૂપ બની રહ્યું છે. વડીલોનો અનુભવ અને ખેડૂતનો પરિશ્રમ મગફળીના પાક માટે રાત્રિના સમયે દવાનો છટકાવ એક અસરકારક ઉપાય સાબિત થઈ રહ્યો છે.

—————

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

You Might Also Like

અમદાવાદમાં ક્ષત્રિય સમાજનું સંમેલન,ગુજરાતના ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજાની ઘોષણા કરાશે | BulletsIn
કચ્છના 36થી વધારે ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ સરકારી યોજનાકીય લાભો નાગરિકોને અપાયા
દિવ્યાંગોના કલ્યાણ માટે રાજ્યકક્ષા પારિતોષિક વર્ષ 2023 માટે અરજી સ્વીકારાશે
સુત્રાપાડા એકદિવસનાવિરામબાદ ફરીએક વાર ઘીમિ ઘારેવરસાદ
પારડી તાલુકાના કોલક ગામના યુવાનનું બાંગ્લાદેશમાં મોત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત, 6 ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા
Next Article દિલ્હીમાં 11,000 કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, ગડકરીએ કહ્યું – આજે ગર્વનો દિવસ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?