પોરબંદર,22 નવેમ્બર(હિ.સ)
પોરબંદર-બગવદર રોડ પર દેગામ નજીક બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો જેમા છાયા ખાતે રહેતા એક પ્રૌઢનુ મોત થયુ હતુ માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર દરમ્યાન તેમનુ મોત થયુ હતુ પોરબંદરા છાયા વિસ્તારમા રહેતા પ્રફુલભાઇ ભગવાનજીભાઈ જોગીયા નામના પ્રૌઢ મોટર સાયકલ લઈ અને દેગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન તેમનુ મોટર સાઇકલ સ્લીપ થતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન મોત થયુ હતુ આ બનાવને લઈ મૃતકના પરિવારમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ
હિન્દુસ્થાન સમાચાર/ તેજસ ઢોલરીયા/બિનોદ
