ભાવનગર/અમદાવાદ,01 ડિસેમ્બર (હિ.સ.)સમગ્ર રાજ્યભરમાં ચાલી રહેલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાકીય માહિતી છેવાડાના ગામ સુધી મળી રહે અને છેવડાનો નાગરિક પણ સરકારની તમામ સુવિધાઓથી વંચિત ન રહી જાય તે માટે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવામાં આવેલ છે.
જે અંતર્ગત તળાજા તાલુકાના ઉંચડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા, ગ્રામ લોકો દ્વારા ઉત્સાહભેર તેમનું સ્વાગત કરાયું હતું. આ તકે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પોતાના ઉભા પાકને બચાવવા માટે ઉપયોગ કરાતી દવાના છંટકાવ અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં આધુનિક ટેકનોલોજી એટલે કે બ્રાન્ડ ટેકનોલોજની મદદથી, દવા છંટકાવ અંગેના કાર્યનું લાઈવ નિદર્શન કરાવાયું હતું અને સૌ ખેડૂતોને આ તકે બ્રોડ ટેકનોલોજીનો ઉપયોગ અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
