
જુનાગઢ, 13 નવેમ્બર(હિ. સ.)-દિવાળીના દિવસે જુનાગઢના કેશોદમાં પોલીસે ગેરકાયદે વેચાણના કબજે કરેલા ફટાકડામાં આગ લાગી હતી. વિગતો મુજબ બહાર ફૂટી રહેલા ફટાકડાનો તણખલો થતા આગ લાગી હતી. આ તરફ ફટાકડાના કારણે પોલીસ લાઈનમાં ઉભી રહેલી કાર સળગી ઉઠી હતી અને જોતજોતાંમાં આગના કારણે પોલીસ વાન બળીને ખાખ થઈ ગઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
