ગીર સોમનાથ 19 ડિસેમ્બર (હિ.સ.) નાગરીકોના હીત માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનુ સેવન કરવા માટે રોલીંગ પેપર,ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલ જેવી વસ્તુઓ પાન પાર્લર, પરચુરણ કરીયાણી દુકાનો તથા ચાની દુકાનો વિગેરેમાં વેચાણ ન થાય તેની અમલવારી કરવા કડક સુચના આપેલ છે.
જે અન્વયે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.વણારકા તથા સર્વેલન્સ સ્કોડના માણસો મ્હે.ગુજરાત સરકાર ગૃહ વિભાગના જાહેરનામા ક્રમાંક:જીજી/૧૬૪/૨૦૨૫/વસફ/૧૦૨૦૨૫/૫૧૨૫/ડ તા.૧૬/૧૨/૨૦૨૫ થી અમલમાં રહેલ જાહેરનામાની અમલવારી સબબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાન પાર્લર, પરચુરણ કરીયાણી દુકાનો તથા ચાની દુકાનો વિગેરે ચેક કરતા હતા તે દરમ્યાન કોડીનાર ગામે ઉના ઝાપામાં આવેલ લીડર પાન નામની દુકાનેથી માનવ સ્વાસ્થય માટે ખુબ જ હાનીકારક એવા પેર્ફેકટ રોલ તથા રોલીંગ પેપર મળી આવતા નિચે જણાવેલ ઇસમ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કોડીનાર પો.સ્ટે.ગુ.ર.નંબર-૧૧૧૮૬૦૦૨૨૫૨૧૧૧/૨૦૨૫ ભારતીય સાક્ષ્ય અધિનીયમ-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબનો ગુન્હો રજી.કરાવમાં આવેલ છે.
આરોપીનુ નામ:-
આરીફભાઇ હનીફભાઇ જુણેજા ઉ.વ.૪૦ ધંધો વેપાર કોડીનાર
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
