અમરેલી/અમદાવાદ,22 નવેમ્બર (હિ.સ.) રાજય સરકાર તથા ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ખાતે આયોજિત જળ ઉત્સવ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જળ ઉત્સવ એ પ્રવાસન અને જળ સંરક્ષણનીતકોને સાર્થક બનાવતો હોવાનું જણાવ્યું. મંત્રીએ જળ ઉત્સવ એ જળ સમૃધ્ધિ અને જળ સંરક્ષણનો ઉત્સવ હોવાનું જણાવ્યું. તેમણે જળ ઉત્સવ કાર્યક્રમના પર્યટકો માટે આકર્ષણના કેન્દ્રસમા વિવિધ પ્રયોજનોને નિહાળ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
