– મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે, વિવિધ સ્ટોલની મુલાકાત કરી, બુલેટ ટ્રેનના સ્ટોલનું આકર્ષણ
ગાંધીનગર/અમદાવાદ,09 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 10મી જાન્યુઆરી 2024ના રોજ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુભારંભ થવા જઈ રહ્યો છે.વડાપ્રધાન મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ કરાવ્યો છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ ટ્રેડ શોનું ઉદ્ધાટન કર્યું હતું.
ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.આ ટ્રેડ શોમાં ‘મેક ઈન ગુજરાત’, “આત્મ નિર્ભર ભારત” સહિતની વિવિધ થીમ પર આધારિત 13 સ્ટોલ બનાવવામાં આવ્યા છે. બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં દેશ-વિદેશના મહાનુભાવો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા છે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં 20 દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરાશે. વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા સંશોધનો અને નવીનતાઓ રજૂ કરશે. આ ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે 100 દેશો જ્યારે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 સૌને આકર્ષવા અને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આજે સવારે વડાપ્રધાન મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ગાંધીનગર મહાત્મા મંદિર પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી આજે વિશ્વના નેતાઓ સાથે બેઠક કરશે. આ સાથે ટોચની વૈશ્વિક કંપનીઓનાં સીઇઓ સાથે બેઠક યોજશે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ‘ગ્લોબલ ટ્રેડ શો’ યોજાનાર છે. જેનું આજે, 9 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી 10 જાન્યુઆરીનાં રોજ સવારે 9:45 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદઘાટન કરશે.
ગુજરાત ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ,ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો,નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર અને ઈએસડીએમ ફિનટેક, સાયબર સુરક્ષા, એઆઈ, મશિન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો રહેશે.
રાજ્યમાં દર બે વર્ષે યોજાતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા તા.9થી 13 જાન્યુઆરી 2024 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’- 2024 યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર/
