ગીર સોમનાથ 6 સપ્ટેમ્બર (હિ.સ.) ડોળાસા ગામે આવેલ ગોંદરાપરા શાળાના મેદાનમાં તાલુકા કક્ષાની ખો ખો સ્પર્ધા યોજાઈ ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે sgfc સ્કૂલ ગેમ અંતર્ગત શાળાકીય રમતોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત કોડીનાર તાલુકાની અંડર 14 17 19 ખોખો સ્પર્ધા નું આયોજન ગોંદરા પરા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ હરિભાઈ વાળા રમતગમત અધિકારી કાનજીભાઈ ભાલીયા તાલુકા કન્વીનર રણજીતસિંહ રાઠોડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીત સિંહ . શૈક્ષણિક સંઘના મહામંત્રી દિનેશભાઈ ખોખો તાલુકા કવિ નર સંજયસિંહ યજમાનશાળા ના આચાર્ય સંદીપભાઈ નારણભાઈ સ્પર્ધાને સરળ બનાવાય હતી વિજેતા તમામ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ કોડીનાર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
