– આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બાસણા ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાય
– વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દેશના ખેડૂતોની આવક બમણી કરવાના સક્લ્પને સાકાર કરવા રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરી – મંત્રી ઋષિકેશ પટેલ
મહેસાણા/અમદાવાદ,25 નવેમ્બર (હિ.સ.) મહેસાણાના વિસનગર તાલુકાના બાસણા મરચન્ટ કોલેજ ખાતે રવિ કૃષિ મહોત્સવનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આરંભ કરવામાં આવ્યો હતો. મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશની પ્રથમ પ્રાયોગીકતા ખેડૂતને સુખી કરવાની છે જેમાં પાણી,વીજળી જેવી જરૂરિયાતો પૂરી કરવા વડાપ્રધાન નરેન્દ્ર
મોદી કામ કરી રહ્યા છે .પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત કેમ ઉભી થઇ અંદાજે 50 વર્ષ અગાઉ વર્ષમાં એક જ ચોમાસામાં પાક થતો જેથી અનાજમાં પહોચી વળવા માટે રાસાયણિક ખેતીની જરૂર હતી. જેમાં પાક વધુ લઇ શકાય પરંતુ સમય જતા કેમિકલના કારણે આપણી ધરતી માતા બંજર થવા લાગી છે. હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે હાલ ડાંગ જીલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે. તેમ મહેસાણામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને સરકારની યોજનાઓનો લાભલે.પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવવા સરકાર દ્રારા દર મહીને ૯૦૦ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.
ખેડૂતોએ જાગૃત થવું પડશે આપણા વિસ્તારમાં “ માં નર્મદાનું અવતરણ થયું છે ગામડાઓના તમામ તળાવો ભરવામાં ખુબ જ મદદ મળી રહી છે” જે વડાપ્રધાને મોટું કામ કર્યું છે આપણા ઊંડા જતા પાણીના સ્તરને રોકવાનું નિર્માણ થઇ રહ્યું છે સાથે સાથે ખેડૂતોને અનુરોધ કર્યો કે દરેક ખેડૂત વૃક્ષો વાવો જામફળ,સીતાફળ,જાંબુ જેથી આપણા બાળકોને ફ્રુટ ખવડાવી શકાય
.ખેતીને વ્યવસાય સમજી સારી ખેતપેદાશો મળી રહે તે માટે કામ કરવું જોઈએ.રવિ પાકોમાં મહેસાણા જીલ્લાનો હિસ્સો મોટો છે.
જીલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીથી હેલ્થને ખુબ જ મોટુ નુકશાન થઇ રહ્યું છે કેન્સર,એટેક,ડાયાબીટીસ જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે જીલ્લામાં હાલ 50000 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, 530 ગામડાઓમાં દરેક ગામે 75 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ,રાસાયણિક ખેતીના કારણે ખોરાકમાં કેમિકલનું પ્રમાણ એટલી હદે વધ્યું છે કે હરિયાણામાંથી “ કેન્સલ ટ્રેન “ નામ લોકો દ્રારા આપવામાં આવ્યું છે જેમાં મોટાભાગના મુસાફરો કેન્સલના જોવા મળી રહે છે,આહાર પ્રણાલીમાં પ્રાકૃતિક ખેતી મહત્વનો ભાગ ભજવે છે ,દરેક ખેડૂત પોતાના માટે તો પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરે અને જીલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે…..
બાસણા ખાતે વિવિધ યોજનાના 23 સ્ટોલ બનાવવામાં આવ્યા હતા.જેમાં વાનગી સ્ટોલ,કટલેરી
પ્રાકૃતિક મોડલ ફાર્મ,ઘઉંની જુદી-જુદી જાતો,રોટાવેટર,ટ્રેક્ટર,પ્રાકૃતિક નીમ પોજેક્ટ,સેલ્વી બાયોટેક વગેરે ખેડૂતોના માર્ગદર્શન માટે સ્ટોલ બનાવવામાં આવ્યા હતા.
પ્રાકૃતિક ખેતી વિશે દેણપ ગામના ખેડૂત કાનજી પટેલ દ્રારા વ્યક્તવ્ય આપી સરકારનો ટોલ ફરી નંબર 1551 માહિતી મેળવવાનું જણાવ્યું હતું.ખેતીના વિવિધ સાધનોની સહાયના ચેક વિતરણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર/
