ગીર સોમનાથ 19 જુલાઈ (હિ.સ.) ઉનાના સિમાસી ગામે રૂપેણ નદીના આ પુલ ઉપર થી રોજબરોજ હજારો વાહનો પસાર થાય છે સાથે સ્થાનિક સિમાસી ગામના લોકો અને ભારે વાહનો ની અવર જવર થી આ પુલ પર ધમધમાટ હોય છે ત્યારે આ પુલ ના બીમ અને સ્ટ્રક્ચર અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે 1984 થી બનેલ આ પુલની રેલીંગ પણ રહી નથી અને તંત્ર પણ દરકાર લેતું ના હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. નાના ભૂલકાંઓ પણ ચાલીને પસાર થાય છે આ પુલ ઉપર થી હાલ ચોમાસામાં પૂર ના આવવાથી હજુ નદીમાં પાણી નથી જ્યારે ચોમાસામાં બે કાંઠે વહે છે આ રૂપેણ નદી અને વ્યાપક પાણી આ રૂપેણ નદી માં આવશે તો આ પુલ ની વ્યાપક નુકશાન જવાની શક્યતા નકારી શકાય નહીં. તેમજ પુલ પરથી વાહનો અને વિધાર્થીઓ ભરેલી બસ થાય છે પસાર જિલ્લા દ્વારા આ પુલની નોંધ શા કારણે લેવામાં આવી નહીં…? આ પુલ ની પરિસ્થિતિ જોઈ સ્થાનિક ગ્રામપંચાયત ના સભ્ય આગમી દિવસો માં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાના હોવાનું જણાવેલ.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
