
સુરત, 16 જાન્યુઆરી(હિ. સ.)-સુરતમાં ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે પતંગ અને ધારદાર દોરાથી ધણા લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. જેમને હોસ્પિટલ પહોંચાડવા માટે સતત એમ્બ્યુલન્સ દોડતી રહી હતી. બે દિવસમાં 108 એમ્બ્યુલન્સને 185 કોલ મળ્યાં હતાં. જેથી ઈજાગ્રસ્તોને આ સેવાથી તાત્કાલિક હોસ્પિટલ સુવિધા પહોંચાડવામાં આવી હતી.
ઉતરાયણ દરમિયાન સતત 108 દોડતી રહી હતી. મકરસંક્રાતિના પર્વના બે દિવસ 108ને 185 કોલ મળ્યાં હતાં. જેમાં 14મી જાન્યુઆરીના રોજ 125 કોલ 108ને મળ્યા હતાં. 15મી જાન્યુઆરીના રોજ 60 અકસ્માતના કોલ મળ્યા હતાં. પતંગની દોરીના કારણે સુરતમાં 26 લોકોને ઇજા પહોંચી હતી.
108 દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. ઉતરાયણના દિવસે નાની મોટી ઈજા પહોંચી હતી. જો કે, દરવર્ષ કરતાં આ વર્ષે ઓછી સંખ્યામાં લોકોને ઈજા પહોંચી હતી. જેથી નાની મોટી ઈજાઓ બાદ સારવાર આપીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
