ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત ‘સ્વચ્છોત્સવ’ – સ્વચ્છતાને એક ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જે ઉપક્રમે કોડીનારમાં યોગ શિબિરના માધ્યમથી શહેરીજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરાયાં હતાં.
સ્વચ્છોત્સવના ઉપક્રમે કોડીનાર શહેરના સોમનાથ મહાદેવના મંદિરના કોમ્પ્લેક્ષમાં વિવિધ યોગ, પ્રાણાયામ અને આસનોના માધ્યમથી શહેરીજનને સ્વચ્છતા અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો.
યોગ શિબિરમાં સ્વચ્છતાના શપથ લઈ શહેરીજનોએ ઘર-આંગણું ઉપરાંત સમગ્ર કોડીનાર શહેરને સ્વચ્છ રાખવા ‘હું કચરો કરીશ નહીં અને કરવા દઈશ નહીં’ની પ્રતિબદ્ધતાં દાખવી હતી.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
