• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > અમદાવાદ શહેરમાં હથિયારબંધી અંગે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું
Regional

અમદાવાદ શહેરમાં હથિયારબંધી અંગે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું

CliQ INDIA
Last updated: October 24, 2025 9:55 am
CliQ INDIA
Share
4 Min Read
SHARE

અમદાવાદ, 23 ઓક્ટોબર (હિ.સ.): અમદાવાદ શહેરના અમુક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કેટલાક આરોપીઓ દ્વારા તલવાર/છરી/ચપ્પુ/ગુપ્તી/બેઝબોલ/લોખંડની પાઈપ જેવા હથિયારો વડે હુમલાઓ કરી ખૂન, ખૂનની કોશિશ તેમજ મહાવ્યથાના ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપતા હોય છે. આમ, અમદાવાદ શહેર વિસ્તારમાં બનતા ગુનાઓમાં ગેરકાયદેસર હથિયારો દ્વારા અમુક કિસ્સાઓમાં શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓ બનતા હોવાનું ધ્યાને આવેલ છે. શહેરમાં જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ આરોપીઓ ગંભીર ગુનાને અંજામ આપતાં અટકે અને ભયમુકત વાતાવરણ બની રહે, લોકોના જાનમાલનું રક્ષણ થાય, જાહેર જ્ગ્યામાં ગેર-બંદોબસ્ત અટકે, બિભત્સ ભાષા અને વ્યવહાર તેમજ ઉશ્કેરણીજનક ભાષણોથી સુરુચિભંગ થવાના તેમજ ગુનાહિત કૃત્યો થવાની સંભાવનાને નિવારવા જાહેર જગ્યામાં ગેર બંદોબસ્ત અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે સારુ આવા હથિયારો તથા આવા કૃત્યો ઉપર પ્રતિબંધ મૂકવાની જરૂર જણાય છે. આથી હું જી.એસ. મલિક, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ- ૩૭(૧) અન્વયે મને મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં તા.૨૪/૧૦/૨૦૨૫ના કલાક ૦૦/૦૦થી તા.૦૭/૧૧/૨૦૨૫ના કલાક ૨૪/૦૦ સુધી આ કૃત્યો જેમ કે,

(ક) શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઇપણ જાતના ચપ્પુ જે અઢી ઇંચથી વધારે લાંબુ, છેડેથી અણીવાળું પાનુ હોય તેવાં ચપ્પા સાથે રાખી ફરવાની તેમજ લાકડી અથવા લાઠી અથવા શારીરિક ઇજા પહોંચાડવામાં ઉપયોગી થઇ શકે તેવી બીજી કોઇ ચીજો લઇ જવાની.

(ખ) પરવાનાવાળા હથિયારો લઈ જાહેર જગ્યાઓએ જવા, હવામાં ફાયર કરવા તેમજ સામાજિક મેળાવડા, ધાર્મિક સરઘસ કે વ્યક્તિઓના સમુદાયમાં લઈ જવા ઉપર.

(ગ) કોઇપણ ક્ષયધર્મી ( શરીરને હાનિકારક ) અથવા સ્ફોટક પદાર્થ લઇ જવાની.

(ઘ) પથ્થર અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકવાના અથવા નાંખવાનાં યંત્રો અથવા સાધનો લઇ જવાની એકઠા કરવાની તથા તૈયાર કરવાની

(ચ) સળગતી અગર સળગાવેલી મશાલ સરઘસ સાથે રાખવાની.

(છ) વ્યક્તિ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની.

(જ) જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો કરવા તથા ચિત્રો, નિશાનીઓ, જાહેરખબર અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા ફેલાવો કરવાથી, સુરુચિ અથવા પ્રતિષ્ઠાનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઊથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની તથા ચાળા વગેરે કરવાની અને તેવા ચિહ્નો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની,દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની ઉપર પ્રતિબંધ ફરમાવું છું:

આ હુકમનો ખંડ (ક) સરકારી નોકરી અથવા કામગીરીમાં હોય તેમજ જેને ઉપરી અધિકારીઓએ આવા કોઇપણ હથિયાર સાથે લઇ જવા ફરમાવ્યું હોય અથવા કોઇપણ હથિયાર લઇ જવાની તેની ફરજ હોય તેમને અને સરકારી નોકરી કે જેઓને પોતાની ફરજ અંગે પ્રતિબંધિત હથિયાર જેવા કે, સંગીન વગેરે સાથે રાખવા પડતા હોય તેમને અને પોલીસ કમિશનર અથવા અધિકૃત કરેલ હોય તેવા કોઇપણ અધિકારીઓએ જેને શારીરિક અશક્તિના કારણે લાકડી અથવા લાઠી સાથે રાખવાની પરવાનગી આપેલ હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહીં.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ઇસમ ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતા અનાર્મ હેડ.કોન્સ.અને તેનાથી ઉપરના દરજ્જાના તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ

You Might Also Like

ગુજરાત સ્ટેટ મેડિકલ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટરીયલ સ્ટાફ ની બેઠક શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ
મહુવા તાલુકાના ખરેડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લોકોને સ્વચ્છતાનાં પણ પાઠ શીખવાડાયા
સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક ઈ.પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાઈ
વડીયા પંથકમાં ધોધમાર વરસાદથી ખેતીપાક તબાહ, 20 વીઘા મગફળીનો પાક પાણીમાં વહાયો
નવયુગ કોમર્સ કોલેજના ખેલાડીઓની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ટેકવોન્ડો સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક અને ભાજપ નેતા બ્રજલાલે ચિંતા વ્યક્ત કરી: લખનૌ બાંગ્લાદેશી ઘુસણખોરો માટેનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે
Next Article ચૂંટણી પંચે ચૂંટણીલક્ષી રાજ્યો પર ખાસ ભાર મૂકીને SIR તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા CEOs ને નિર્દેશ આપ્યો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?