
સુરત, 22 જાન્યુઆરી(હિ. સ.)-રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે શાળાઓમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે પરંતુ આ અડધા દિવસની રજા અંગે અનેક લોકો અવઢળ માં હતા. જોકે, આજે અડધા દિવસની શાળા શરૂ થઈ કે શિક્ષકો- વાલીઓ સાથે વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર થઈ ગઈ હતી. શાળાની શરૂઆત પહેલાં જ મોટા ભાગની શાળા ભગવા રંગે રંગાઈ ગઈ હતી અને વિદ્યા મંદિર રામ મંદિરની પ્રતિકૃતિ બની ગયા હોય તેમ ધ્વજ જોવા મળતા હતા. વિદ્યાર્થીઓ પણ જય શ્રી રામ જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. સ્કુલની આસપાસના વિસ્તારમાં રેલી કાઢવામાં આવી હતી આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ ભગવાન રામના બાળ સ્વરૂપ માં વેશ ધારણ કરીને આવ્યા હતા. આજે અડધો દિવસ દરમિયાન સ્કુલમાં અભ્યાસ ને બદલે રામ અધ્યાય હોય તેમ ગીત સંગીત અને વેશભુષાના કાર્યક્રમ જોવા મળ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
