• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > VGRC: ‘ન્યુક્લિયર એનર્જીની ઉપયોગિતા’ પર, CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ
Regional

VGRC: ‘ન્યુક્લિયર એનર્જીની ઉપયોગિતા’ પર, CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ

CliQ INDIA
Last updated: October 10, 2025 2:00 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE
રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ

ગાંધીનગર, 10 ઓક્ટોબર (હિ.સ.): પ્રાદેશિક વિકાસને વૈશ્વિક રોકાણ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના પ્રથમ દિવસે ઊર્જા સુરક્ષાના મહત્ત્વપૂર્ણ વિષય પર Brainstorming on Harnessing Nuclear Energy વિષય પર ઉચ્ચ સ્તરીય CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ન્યુક્લિયર એનર્જીના ક્ષેત્રમાં ભારત સરકારના ‘વિકસિત ભારત’ના મહત્ત્વાકાંક્ષી ૧૦૦ GWના લક્ષ્યાંકને હાંસલ કરવા અને તેમાં ગુજરાતના યોગદાનને વધારવા માટેની વ્યૂહરચના પર આ સત્રમાં સઘન વિચાર-વિમર્શ થયો હતો.

આ મહત્ત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું સંચાલન શુવા રાહા(CEEW) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (NPCIL)ના સીએમડી બી.સી. પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સત્રમાં અજિત કુમાર મોહંતી (સેક્રેટરી DAE & ચેરમેન, AERC), પંકજ અગ્રવાલ (સેક્રેટરી), કાકરાપાર NPCIL ના ડાયરેક્ટર એસ.કે. માલવિયા, ઘનશ્યામ પ્રસાદ (ચેરપર્સન, CEA), ગુરદીપ સિંહ (સીએમડી, NTPC), ડૉ. એલેક્સ વોલ્ગિન (Ros-Atom, રશિયા), અનિલ વી પરાબ (Whole-Time Director & Sr. Executive VP, L&T), કુપ્પુ સદાશિવ મૂર્તિ (સીએમડી, BHEL), વિવેક શર્મા (અદાણી પાવર), નીરજ અગ્રવાલ (પ્રેસિડેન્ટ-ન્યુક્લિયર પાવર, JSW), ડૉ. ઓમકાર જાની (પ્રેસિડેન્ટ & સીઈઓ, રિલાયન્સ ન્યૂ એનર્જી), આશુતોષ અરોરા (પ્રેસિડેન્ટ & સીઈઓ, Prodigy Clean Energy Ltd.) સહિત વિવિધ અગ્રણી સંસ્થાના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.

ન્યુક્લિયર એનર્જીની ક્ષમતા વધારવા માટે સરકારી અને ખાનગી ક્ષેત્ર વચ્ચેના સહયોગને મજબૂત બનાવવા અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતનું ૧૮ GW ન્યુક્લિયર પાવરનું લક્ષ્યાંક પૂર્ણ કરવા માટેની યોજનાઓ પર ચર્ચા થઈ, જેમાં ખુશાલપુરા ખાતે ૪૨૦૦ મેગાવોટના પ્લાન્ટનું આયોજન પણ સામેલ છે.

સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ (SMRs) જેવી અદ્યતન તકનીકો અપનાવીને પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. રોકાણની તૈયારીને મજબૂત કરવા માટે સિવિલ લાયેબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ એક્ટ સહિતના નિયમનકારી માળખામાં જરૂરી સુધારા દ્વારા ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ભારતના પ્રથમ પૂર્ણ સ્વદેશી ૭૦૦ મેગાવોટ PHWR યુનિટ KAPS-3ની સફળ કામગીરીને બિરદાવીને સ્વદેશી ટેક્નોલોજી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

આ CEO રાઉન્ડ ટેબલની સફળતાએ દર્શાવે છે કે ગુજરાત માત્ર અક્ષય ઊર્જા જ નહીં, પણ ન્યુક્લિયર એનર્જી જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પણ રાષ્ટ્રીય લક્ષ્યોને સાકાર કરવા માટે એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનવા તૈયાર છે.

—————

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ

You Might Also Like

પૌષ્ટિક તત્વોથી ભરપુર મિલેટ્સ પાકોનું સેવન કરવાનો અનુરોધ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ
કોર્ટ રૂમ મા ગુપ્ત કેમેરા થી શુટિંગ કરવા મામલે બબાલ કરનાર બે વકીલ સામે પોલીસ ફરિયાદ
”માતૃભાષા મહોત્સવ” સાહિત્ય અકાદમી અને પારસમણિ દ્વારા માતૃભાષાનું મહિમાગાન થયું.!
માંડલના ટ્રેન્ટ અને ઉધરોજપુરા ખાતે બે દિવસીય મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરાયું
અરવલ્લી મોડાસાની આરટીઓ કચેરી ખાતે,રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વાહન ચાલકોએ, વાહન ચલાવતી વખતે કઈ સાવચેતી રાખવી તેના,ભાગરૂપે ભવાઈ નો કાર્યક્રમ યોજાયો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો
Next Article ‘કાંતારા ચેપ્ટર 1’ ની કમાણીમાં ઘટાડો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?