ભુજ/અમદાવાદ,01 નવેમ્બર : કચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિક અને વાહનમાલિકો માટે નવેમ્બર-2023 માસમાં વાહનોના ફિટનેસ રીન્યુ કરાવવા અંગેના ચાર કેમ્પ યોજવામાં આવશે. આ કેમ્પ 4 નવેમ્બરના રોજ નખત્રાણા, 9 નવેમ્બરના રોજ નલીયા, 18 નવેમ્બરના મુન્દ્રા અને 24 નવેમ્બરના રોજ માંડવી ખાતે યોજવામાં આવશે. આ કેમ્પના સ્થળે સવારે 11 ૦ થી 2 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોના ફિટનેસ રીન્યૂ કરી આપવાની કામગીરી કરી આપવામાં આવશે. ભુજ કચેરીએ પણ આ કામગીરી કરી આપવામાં આવશે. જેની તમામ જાહેર જનતાએ નોંધ લેવી.
