નમસ્કાર ખેડૂત મિત્રો! ખેડૂતો માટે યોજનાત્મક લાભો સરળતાથી પ્રાપ્ત થાય અને પ્રક્રિયા વધુ પારદર્શક બને તે માટે “આઈ-ખેડૂત 2.0 પોર્ટલ” રજૂ કરવામાં આવ્યું છે. પહેલા જેવી જ વેબસાઈટ www.ikhedut.gujarat.gov.in દ્વારા ખેડૂતોએ નોંધણી કરવાની રહેશે. આ નવી સુવિધાઓ ખેડૂતોના કામને સરળ અને ઝડપી બનાવશે. આવો હવે તેના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ:
BulletsIn
-
ખેડૂતોએ પોતાની જમીન વિગતો અને મોબાઈલ નંબર દાખલ કરીને વેબસાઈટ પર નોંધણી કરવી રહેશે.
-
એકવાર નોંધણી થયા બાદ ખેતીવાડી અને સંલગ્ન યોજનાઓ માટે સરળતાથી અરજી કરી શકાશે.
-
પોતાના લોગિનથી ખેડૂત પોતાના તમામ અરજી સ્ટેટસ સરળતાથી જોઈ શકશે.
-
અરજી કર્યા પછી દરેક તબક્કે SMS દ્વારા સમયસર સૂચનાઓ અને અપડેટ્સ મળશે.
-
રજિસ્ટર્ડ કંપનીઓ અને ડીલરો દ્વારા ઉપલબ્ધ ઉત્તમ ગુણવત્તાવાળા ઉત્પાદનોમાંથી પસંદગી કરી શકાશે.
-
કૃષિ માર્ગદર્શિકા અને FAQs જેવી માહિતી ઉપલબ્ધ રહેશે, જે પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવશે.
-
સ્વચાલિત પ્રક્રિયા પ્રવાહથી અરજી મંજુરી ઝડપી મળશે.
-
મેન્યુઅલ ફોલોઅપની જરૂર નહીં રહે, સિસ્ટમ અધિકારીઓને આપમેળે મંજૂરી માટે સૂચના આપશે.
-
ખેડૂત પોતાના બીલ અને ડૉક્યુમેન્ટ પોર્ટલ પર જાતે જ અપલોડ કરી શકશે.
-
નવીન મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખરીદેલા સાધન/ઘટકનું વેરિફિકેશન અધિકારીઓ લેટ-લોંગ સાથેના ફોટા દ્વારા કરશે.
