વલસાડની 113 વર્ષ જૂની શ્રી વિદ્યામૃત વર્ષિણી પાઠશાળા સંસ્કૃત ભાષા, સંસ્કાર અને સંસ્કૃતિના જતન માટે વર્ષોથી કાર્યરત છે. પાઠશાળા દ્વારા સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટે દર વર્ષે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવી જ એક શ્રેષ્ઠ પહેલ રૂપે આગામી દિવસોમાં ‘સંસ્કૃત સંભાષણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે, જે સંસ્કૃત બોલવાની કળા શીખવશે.
BulletsIn
-
વલસાડ સ્થિત શ્રી વિદ્યામૃત વર્ષિણી પાઠશાળાની સ્થાપના 113 વર્ષ પહેલા થઈ હતી.
-
પાઠશાળા સંસ્કૃત, સંસ્કાર અને સંસ્કૃતિ સંબંધિત પ્રવૃત્તિઓ માટે જાણીતિ છે.
-
દર વર્ષે સંસ્થા દ્વારા ‘સંસ્કૃત સંભાષણ શિબિર’ યોજાય છે.
-
આ વર્ષે શિબિર તા. 1 મે 2025 થી 7 મે 2025 સુધી ચાલશે.
-
શિબિરનો સમય દરરોજ સાંજના 4 થી 6 વાગ્યા સુધી રહેશે.
-
શિબિરમાં સંસ્કૃત ભાષા બોલતા શીખવાશે.
-
શિબિરમાં 6 થી 60 વર્ષના કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.
-
શિબિરમાં ભાગ લેવા માટે પૂર્વ નોંધણી ફરજિયાત છે.
-
રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 28 એપ્રિલ 2025 છે.
-
રજીસ્ટ્રેશન માટે સવારે 10 થી સાંજે 6 વચ્ચે 9726490599 નંબર પર સંપર્ક કરી શકાય છે.
