અમદાવાદ,17 ઓકટોબર : ગુજરાતના પ્રવાસે આવેલા નેપાળના ડેલીગેશને GMDC ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે દાંડિયાના તાલે ગરબાની મજા માણી હતી. ગુજરાતની ઓળખ સમાન ગરબામાં તેઓ મન ભરીને ઝૂમ્યાં હતા. આ પ્રસંગે તેમણે ગુજરાતની સંસ્કૃતિને બિરદાવી હતી.
તેમણે પ્રદર્શનની મુલાકાત લીધી હતી તેમજ ક્રાફટ બજારમાંથી વસ્તુઓની ખરીદી
પણ કરી હતી. ગુજરાતમાં નવરાત્રિની ઉજવણી અને આસ્થા તેમજ ઉર્જામય વાતાવરણથી તેઓ પ્રભાવિત થયા હતા.
