અમદાવાદ દેશમાં લોકસભા 2024ની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે પૂર્ણ થયા બાદ આગામી અઠવાડિયે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે.
ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ યોજાશે. આજે ગુજરાતના મતદાન પહેલા જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેમના ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે.
ગુજરાતમાં સુરતની લોકસભા ચૂંટણીમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. ટેકેદારો દ્વારા કરવામાં આવેલા દાવા બાદ આ તેમનું ફોર્મ રદ્દ થયું છે. રવિવારે નિલેશ કુંભાણી સહિત ડમી ફોર્મ ભરનારા ઉમેદવારનું પણ ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સુરતની લોકસભાની બેઠકની સાથે ભાવનગર અને અમરેલીની બેઠકો પર કંઈક નવું થશે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
જોકે, ભાવનગર અને અમરેલી બન્ને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ્દ થયા નહોતા. આ સમાચાર મળતા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે યોજાશે, 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં આસામા, બિહાર, કર્ણાટક, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટકા, કેરળ, મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપુર, રાજસ્થાન, ત્રિપુરા સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે.
