ભાવનગર/અમદાવાદ, સમગ્ર ભાવનગર જિલ્લામાં ગાય અને ભેશ વર્ગના તમામ પશુઓ માટે ખરવા-મોવાસા રસીકરણ કાર્યક્રમ 10 ફેબ્રુઆરી થી 6 એપ્રિલ દરમ્યાન વિના-મુલ્યે હાથ ધરવામાં આવનાર છે. જેથી આ સમયગાળા દરમ્યાન આપના પશુઓને વિનામુલ્યે રસીકરણ કરાવવા માટે ગામની દુધ મંડળી અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવાનો રહેશે.
