ગાંધીનગર, 28 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ સરકારી પોસ્ટ પર કુલ 378 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત કુલ 67 અલગ-અલગ ભરતી જાહેરાતો (કુલ 67 recruiment notifications) માટે આવતીકાલ શનિવારે, 29 નવેમ્બર, બપોરે 01:00 વાગ્યાથી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.
આયોગના ભરતી નોટિફિકેશન મુજબ, રહસ્ય સચિવ, નાયબ માહિતી નિયામક-સહાયક માહિતી નિયામક, નિયામક (ગ્રંથાલય) સહિતના મહત્વપૂર્ણ પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
તે ઉપરાંત, દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ પણ વિવિધ ક્લાસ-2 પદો માટે અરજી મંગાવવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત:
સરકારી ઈજનેરી કોલેજોમાં સહાયક પ્રાધ્યાપક,
સરકારી પોલિટેક્નિકમાં વ્યાખ્યાતા (Lecturer),વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજોમાં મદદનીશ પ્રાધ્યાપક (Assistant Professor)સહિતની જગ્યાઓ પર ખાસ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
લાયકાત ધરાવતા ઉમેદવારો 29 નવેમ્બર, બપોરે 01:00 વાગ્યાથી આયોગની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
GPSC દ્વારા જાહેર કરાયેલી આ ભરતી ઝુંબેશ સરકારી નોકરીની તૈયારીમાં રહેલા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે મહત્વની તક માનવામાં આવી રહી છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે
