‘એક પેડ માં કે નામ’ જનજન સુધી પહોંચ્યા બાદ, વન મંત્રી મૂળુભાઈ બેરાના માર્ગદર્શનમાં ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ‘સામાજિક વનીકરણ’ની ચાર નવીન યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાઓમાં હરીત વન પથ વાવેતર, પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર, અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર અને નર્સરીમાં ટોલ સીડલીંગ તૈયાર કરવાનો સમાવેશ થાય છે.
BulletsIn
- ‘એક પેડ માં કે નામ’ અભિયાન જનજન સુધી પહોંચ્યું છે.
- વન મંત્રી મૂળુભાઈ બેરાના માર્ગદર્શનમાં ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ.
- ‘સામાજિક વનીકરણ’ના ચાર નવીન યોજનાઓ રાજ્યભરમાં શરૂ.
- હરીત વન પથ વાવેતર મોડલ હેઠળ 70 હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર.
- પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર મોડલ હેઠળ 1000 ગામડાંઓમાં રોપાનું વાવેતર.
- ગામ દીઠ 50 રોપાનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર.
- અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર મોડલ હેઠળ 75 અમૃત સરોવર પર રોપાનું વાવેતર.
- અમૃત સરોવર દીઠ 200 રોપાનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર.
- નર્સરીમાં ટોલ સીડલીંગ તૈયાર કરવાની યોજના.
- પર્યાવરણ પ્રેમી નાગરિકોને સહભાગી થવા માટે વન વિભાગ દ્વારા અનુરોધ.
