• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > “DGP’S Commendation Disc -2024” અલંકરણ સમારોહની ઉજવણી, રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કરવામાં આવી
Regional

“DGP’S Commendation Disc -2024” અલંકરણ સમારોહની ઉજવણી, રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કરવામાં આવી

CliQ INDIA
Last updated: November 27, 2025 1:35 am
CliQ INDIA
Share
3 Min Read
SHARE
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો

– 110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ સિદ્ધિ બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

ગાંધીનગર, 26 નવેમ્બર (હિ.સ.) : “DGP’S Commendation Disc -2024” અલંકરણ સમારોહની ઉજવણી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં, ગુજરાત પોલીસ અકાદમી કરાઈ, ગાંધીનગર ખાતે કરવામાં આવી.

ગુજરાત પોલીસની કર્તવ્યનિષ્ઠા, શૌર્ય અને સમર્પણને બિરદાવવા વર્ષ 2019થી શરૂ થયેલા DGP’S Commendation Disc એવોર્ડ સમારોહ અંતર્ગત, આજે છઠ્ઠા વર્ષે ભવ્ય ઉજવણી, ગાંધીનગર કરાઈ‌ ખાતે ગુજરાત પોલીસ પરિવારના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતમાં કરવામાં આવી હતી.

આ સન્માન પ્રસંગે વિકાસ સહાયે સન્માનિત થનાર તમામ 110 પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતાં. આ સાથે જ તેમણે પોલીસ કર્મીઓની આ ઉપલબ્ધિમાં સૌથી વધુ સહયોગી તેમના પરિવારજનો હોવાનું જણાવતા, પરિવારજનોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

વિકાસ સહાયે જણાવ્યું હતું કે, પોલીસની જે કામગીરી છે, તેમાં તેમના પરિવારજનોનો સપોર્ટ ખૂબ મહત્વનો છે. એટલે જ આપણે ગુજરાત‌ પોલીસ નહીં પરંતુ ‘ગુજરાત પોલીસ પરિવાર’ તરીકે સંબોધન કરીએ છીએ.

વિકાસ સહાયે ઉમેર્યું હતું કે, આપણા સૌની સૌથી પ્રબળ શક્તિ આપણી એકતા છે. યુનિફોર્મ સર્વિસમાં એક ચંદ્રકનું મહત્વ અને તેનું ગર્વ એક પોલીસ કર્મચારી સારી રીતે સમજી શકે છે.

વધુમાં તેમણે મેડલ પ્રાપ્ત કરનાર તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ અંગે ખાસ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયની કામગીરીની સમીક્ષા કર્યા બાદ આ એવોર્ડ માટે ચયન થનાર આ 110 ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓ આજે સન્માન પામી રહ્યા છે.

ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવણી અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા ઉપરાંત સિટીઝન સેન્ટ્રીક કામગીરી સહિતની અનેક ફરજો એકસાથે વહન કરી રહી છે, પરંતુ આ સન્માન માટેની નીતિ મુજબ 110ની મર્યાદા હોવાથી ઘણા બધા કર્મચારીઓને કામગીરીને એવોર્ડથી સન્માનિત કરી શકાતી નથી. તેમણે આ વર્ષે સન્માન ન મેળવી શકેલા પોલીસ કર્મીઓને, નાસીપાસ ન થઈ પોતાની ઉત્કૃષ્ટ કામગીરી ચાલુ જ રાખવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ ઉપરાંત પોલીસના મનોબળની વાત કરતાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આપણા પોલીસ બળના કર્મચારીઓનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો એક નીડર લીડર તરીકે આ વાતને સ્વીકારો નહીં. આત્મસન્માન અને ગર્વથી ભયમુક્ત બની કામગીરી કરો. દરેક સંવર્ગના અધિકારી કર્મચારી એકબીજાનું માન સન્માન જાળવીએ તો આપણા તાબા હેઠળ કાર્ય કરતા દરેક કર્મચારીઓ અધિકારીઓ ભયમુક્ત બની કામ કરી શકશે.

આ પ્રસંગે વિકાસ સહાયે 110 અધિકારી કર્મચારીઓ ઉપરાંત ગુજરાતના ખૂણે ખૂણે ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા પોલીસ કર્મચારીઓને પણ બિરદાવતા ઉમેર્યું હતું કે, આપણી જે શક્તિ છે તે આપણી એકતામાં છે, એકબીજાને સાથ સહયોગ થકી કામ કરી શકીએ, આ જ મૂળ ધ્યેયથી ગુજરાત પોલીસ સુંદર કાર્ય કરી રહી છે.

આ પ્રસંગે પોલીસ મહાનિદેશક (તાલીમ) નીરજા ગોટરુ દ્વારા શાબ્દિક સ્વાગત સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી પણ આપી હતી.

આ પ્રસંગે સીઆઈડી ક્રાઈમ ડીજીપી કે.એલ.એન.રાવ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલીક, ગુજરાત પોલીસ અકાદમી, કરાઈના ઇન્ચાર્જ આચાર્ય પી. એલ માલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

—————

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ

You Might Also Like

ગુજરાત ભાજપ ના નવ નીયુક્ત ઉપાધ્યક્ષ, જયદર્થ સિંહ પરમાર અને ગીતાબેન રાઠવા નો સન્માન સત્કાર કાર્યક્રમ ગોધરા કમલમ ખાતે યોજાયો
પોરબંદર જિલ્લામાં રોડ રિપેરિંગની કામગીરી બની ઝડપી.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રાત્રે ગેરતપુર વટવામાં ક્રેન તૂટી પડતા રેલ ટ્રાફિક પ્રભાવિત,2 લોકો ઈજાગ્રસ્ત | BulletsIn
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ માનસિક સ્વાસ્થ્ય પહેલ સાથે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ૨૦૨૫ ઉજવ્યો
કોડીનાર મિતીયાજ ગ્રામ પંચાયત ઓફિસે, આયુષ્માન કાર્ડ નો કેમ્પ રાખવામાં આવ્યો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ, બંધારણ દિવસ પર બંધારણના નિર્માતાઓને નમન કર્યા
Next Article શ્રી કુબેર, ઉદ્ધવ અને શંકરાચાર્યની ગાદી, બદ્રીનાથથી પ્રસ્થાન કરીને આજે પાંડુકેશ્વર પહોંચશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?