મોડાસા,11 માર્ચ : અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી ડો.ઉષા ગામીત,મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીન શાહ,ટ્રસ્ટીઓ,સામજિક સંસ્થાના અગ્રણીઓ તેમજ હાજર મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે ગુલાબ અને બોલપેન આપી આવકારીને પરીક્ષા સફળ બનાવવા શુભેચ્છાઓ આપી.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો 11 માર્ચે પ્રારંભ થયો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોચ્યા હતા. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 SSC અને 12 HSC સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉસ્તાહ જોવા મળ્યો છે. સમગ્ર અરવલ્લી જિલ્લામાં ધો. 10 બોર્ડની પરીક્ષા માટે 26 કેન્દ્રોના 69 બિલ્ડિંગમાં 667 બ્લોકમાં 18,671 વિદ્યાર્થીઓ તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહ માટે 14 કેન્દ્રોમાં 10,702 વિદ્યાર્થીઓ તેમજ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ માટે 03 કેન્દ્રોમાં 2,107 વિદ્યાર્થીઓ પરીક્ષા લેવાશે , ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રના સંપૂર્ણ સુચારૂ આયોજન સાથે વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.અરવલ્લી જિલ્લાના SSC અને HSC બોર્ડમાં 43 પરીક્ષા કેન્દ્રોના 117 બિલ્ડિંગમાં 1124 બ્લોકમાં 31,570 પરીક્ષાર્થીઓ પરીક્ષા લેવાશે.મોડાસા શહેર તથા જીલ્લામાં ધોરણ 10 ના મોડાસાના પરીક્ષા કેન્દ્ર પર અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી ડો.ઉષાબેન ગામીત,મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ,ટ્રસ્ટીઓ,સામજિક સંસ્થાના અગ્રણીઓ તેમજ હાજર મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે ગુલાબ અને બોલપેન આપી આવકારીને પરીક્ષા સફળ બનાવવા શુભેચ્છાઓ આપી હતી.
