બોટાદ,26 ડિસેમ્બર (હિ.સ.) બોટાદ શહેર માં આવેલ ભાંભણ રોડ બિસમાર હાલત માં.ઠેર ઠેર ખાડા ના કારણે વાહન ચાલકો પરેશાન.જીવ ના જોખમે વાહન ચાલકો વાહન ચલાવવા બન્યા મજબૂર. વારંવાર અધિકારી ઓને રજુવાત છતાં ધ્યાન ન આપતા હોવાનો લોકો નો આક્ષેપ.
બોટાદ નગરપાલિકા હદ વિસ્તાર માંથી પસાર થતો બોટાદ જિલ્લા પંચાયત નો આ છે ભાંભણ રોડ અહીં આ રોડ નજીક હિફલી વિસ્તાર આવેલ છે જ્યાં આશરે નાના મોટા થઈ 500 જેટલા હીરા ના કારખાના આવેલ છે.જેને લઈ હજારો ની સંખ્યા માં અહીં થી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે.ત્યારે હાલ સ્થાનિકો પાસે થી મળેલ માહિતી મુજબ લગભગ આશરે 2 વર્ષ થી વધુ સમય થી આ રોડ બિસમાર હાલત માં છે. આ રોડ સાથે અન્ય બોટાદ તાલુકા ના મુખ્ય ગામો ભાંભણ,જનડા, પીપળીયા,ઈંગોરલા સહિત અન્ય લગભગ 8 થી 10 ગામો ને જોડતો આ મુખ્ય માર્ગ છે.ત્યારે અહીં થી પસાર થતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો ની માંગ છે કે વહેલાસર આ રોડ બનાવવામાં આવે કારણકે રોડ બિસમાર હાલત માં હોય અવાર નવાર નાના મોટા અકસ્માત બને છે અને લોકો હેરાનગતિ નો સામનો કરે છે.તેમજ આ રોડ પર એક તો ખાડા અને વારંવાર ગટર ઉભરાવવાના કારણે લોકો ને વધુ વાહન ચલાવવામાં મુશ્કેલી પડે છે લોકો ના વાહન સ્લીપ થાય છે. અને જોખમ સાથે લોકો વાહન ચલાવવા મજબુર બન્યા છે ત્યારે લોકો ની માંગ છે કે અધિકારી ઓને વારંવાર રજુવાત કરેલ છતાં હજુ સુધી આ રોડ ની કોઈ કામગીરી હાથ ધરવામાં આવેલ નથી તો હવે વહેલાસર લોકો ની આ સમસ્યા ની ગંભીરતાથી લઈ વહેલાસર આ રોડ નું કામ શરૂ કરવામાં આવે તેવી લોકો ની માંગ છે.
હિન્દુસ્થાન સમાચાર/ પ્રકાશ સોલંકી/હર્ષ શાહ
