જુનાગઢ, 30 ઓક્ટોબર (હિ.સ.) : કેશોદ પંથકમાં કમોસમી વરસાદ પડતાં લાંબો સમય ખેતરમાં મજૂરીકામ થઈ શકે તેમ ન હોય, મગફળીના પાથરામાં વિંછી – સાપ જેવા જીવ જંતુનો ડર ઉભો થતો હોય તેવી સ્થિતી વચ્ચે મજૂરી કામ કરવું મુશ્કેલ હોય મજૂરી નહીં મળે તેમજ નવરા પડતાં ખોટા ખર્ચાઓ માથે ચડશે તેવી દહેશતમાં પરપ્રાંતિય મજૂરો પોતાના માલ સામાન લઈ તેમના વતન તરફ રવાના થવા શહેરની ટ્રાવેલ્સ ઓફિસે મોટી સંખ્યામાં જોવા મળ્યાં હતાં. તો બીજી કમોસમી વરસાદથી ખેતરમાં વરસાદથી પલળી ગયેલાં પાથરાને વરાપ થતાં ફેરવવા અને થ્રેસરમાંથી મગફળી કાઢવા સહિત મોંઘી મજૂરી ચૂંકવવા છતાં મજૂર મળશે કે કેમ તે અંગે જગતનો તાત ચિંતીત જોવા મળ્યો હતો. આથી તેમના ચહેરા પર મગફળીના પાક અને પશુના ચારની નુકશાની અને પડયાં ઉપર પાટું’ જેવી સ્થિતી વચ્ચે ઉંચી મજૂરી ચૂકવવા છતાં મજૂર નહીં મળે તે માટે ચિંતાની લકીર જોવા મળતી હતી.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
