ગીર સોમનાથ 12 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ વેરાવળ ના રામ ભરોસે ચોકમાં આવેલ શુભમ તબલા મેકૅસ ના શુભમ દેવડા કહે છે અમારી પાસે નવરાત્રિમાં જોમ અને જુસ્સાથી ગરબી ખેલવા પ્રાચીન અને અર્વાચીન વાજિંત્રોને મોટો ખજાનો નવરાત્રી ઉત્સવ આયોજકો માટે તૈયાર છે જેમાં તબલા .ઢોલ. ઢોલક .નગારા. પખવાજ.નાલ .ગિટાર .આરતી. મશીન .બેન્ડ પાર્ટીનો સામાન ઓકટોપેડ. કીબોર્ડ . કેઝોન બોક્સ. માઉથ ઓગૅન. હાર્મોનિયમ, કેશીયો, ટ્રોલી સ્પીકર .ડાકલા .નાસિક ઢોલ.બેન્જો ડ્રમ સેટ વિગેરે છે.
રામ ભરોસે સ્ટેશન રોડ ઉપર ઉપલા માળે દુકાન ધરાવતા પરેશ હરિભાઈ દેવડા નામના તબલા અને વાજીંત્ર રિપેરર કહે છે છેલ્લા 15 વર્ષથી અમારી દુકાન છે આ વર્ષે નવરાત્રી પહેલાથી જ તબલા રીપેરીંગ માટે સારી એવી ઘરાકી છે આ ઘરાકી ત્રીજા નોરતા સુધી રહેતી હોય છે અમારે ત્યાં કચ્છી ઢોલ. પંજાબી ઢોલ. ડ્રમ સેટ. ફોરપીટ.સાઈડ ડ્રમ. નવા તબલા બધુંયે વેચાય છે
શુભમ દેવડા અને પરેશ હરિભાઈ બંને કહે છે અમારે ત્યાં ઉના. દીવ. કોડીનાર .કેશોદ .ચોરવાડ અને માંગરોળ થી લોકો ખરીદવા અને વાજીંત્રો રીપેર કરાવવા આવે છે.
શુભમ તબલા મેકસૅ ના શુભમ દેવડા કહે છે અમો ઓન લાઈન આખા ઇન્ડિયા માં માલ મોકલીએ છીએ મોટાભાગના નવરાત્રી વાજિંત્ર વેચાણકારો કહે છે નવરાત્રી સિવાય લગનગાળા બેન્ડ પાર્ટી અને ગામડામાં થતા ભજનોના કલાકારો બાકીના મહિનાઓમાં ખરીદી કરતા જ હોય છે
વેરાવળમાં વાજીંત્ર વેચાણ અને રીપેરીંગ માટે કુલ ત્રણ દુકાનો છે જેમાં આશાપુરા વાજિંત્ર રીપેરીંગ પણ વર્ષો જૂની દુકાન છે જ્યાં તબલા અને ઢોલક રીપેરીંગ થતા રહે છે નવરાત્રીએ સૌ માટે આશા અને ખુશી નું કિરણ છે હાલ જેઓ નવરાત્રી ખેલૈયાઓ માટે દિવસ રાત પસીનો પાડી મહેનત કરી રહ્યા છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
