સોમનાથ,1 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સંસ્કૃતિ ભારતીય જ્ઞાન પરંપરા અને શ્રીમદ્ ભગવત ગીતાના સંવર્ધન માટે વિવિધ યોજનાઓ સંચાલિત થઈ રહી છે.
આ જ પ્રયાસો અંતર્ગત 1 ડિસેમ્બરને સોમવારના રોજ સવારે 10.30 કલાકે ગીતા જયંતીના પાવન અવસર પર સોમનાથ મંદિર પાસે આવેલ રામ મંદિર ખાતે જિલ્લાસ્તરીય ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ગીતાંશ કંઠપાઠ યોજના અને શતસુભાષિત કંઠપાઠ યોજનાના પ્રતિભાગીઓના સન્માન સમારંભ અને ગીતા મંદિર, ત્રિવેણી પાસે ગીતા પૂજન કાર્યક્રમ તેમજ સંસ્કૃત સાહિત્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જુદા જુદા વકતાઓ શ્રીમદ્ ભગવત ગીતા પર પોતાનુ વક્તવ્ય આપશે. આ સાથે સોમનાથ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા શંખનાદ, ગીતા પૂજન વૈદિક મંત્રોચ્ચાર અને શ્લોક પઠન સાથે સંસ્કૃત સાહિત્યના પ્રદર્શની કાર્યક્રમના મુખ્ય આકર્ષણો રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
