
પાટણ, 1 ડિસેમ્બર (હિ.સ.)કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ચાલી રહેલી જન આક્રોશ યાત્રા આજે તેના 11મા દિવસે સિદ્ધપુર પહોંચી હતી. બિલિયા, એલ.એસ. હાઈસ્કૂલ, માતૃગયા તીર્થ બિંદુસરોવર અને દેથલી ચાર રસ્તા સહિતના સ્થાનોમાં યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. તાલુકા-શહેર કોંગ્રેસ, યુવક અને મહિલા કોંગ્રેસ તથા સેવાદળના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા.
સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને નાગરિકોએ ફૂલમાળાઓ અને નારાબાજી સાથે યાત્રાને અભિનંદન આપ્યું, જેના કારણે યાત્રાને વ્યાપક જનસમર્થન મળ્યું. યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને વિવિધ સમાજના લોકોએ જોડાઈ એકતા અને જાગૃતિનો સંદેશ આપ્યો.
આ રેલીમાં અમિત ચાવડા સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર હાજર રહ્યા હતા. રેલી દરમિયાન ખેડૂતો, યુવાનો અને મોંઘવારી સંબંધિત મુદ્દાઓ ઉઠાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ
