
ભાવનગર/અમદાવાદ,18 ઓકટોબર (હિ.સ.) રાજ્ય સરકારનાત્ં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, હેઠળની કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં ઉપક્રમે
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી દ્વારા આયોજિત “સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન” અન્વયે અમરેલી જિલ્લામાં ઝોનકક્ષા સાહસિક પ્રવૃત્તિઓના તાલીમ કોર્ષ માટે ઈચ્છુક યુવક-યુવતીઓ માટે 5 (પાંચ) દિવસની નિવાસી તાલીમ શિબિરનું આયોજન આગામી
દિવસોમાં થનાર છે. યુવાનોમાં સાહસિકતાનાં ગુણો વિકસે અને આવી પડેલ પુર, આગ, ભૂકંપ જેવી હોનારતમાં આપાતકાલીન સમયમાં જિલ્લાના યુવાનોની જેતે જિલ્લાનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને મદદ મળી રહે તે આશયથી, સાહસિક પ્રવૃત્તિઓનાં તાલીમ કોર્ષ માટે ઈચ્છુક યુવક- યુવતીઓ માટે નિવાસી શિબિરનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.
આ શિબિરમાં ભાવનગર જિલ્લાનાં યુવક યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે. ભાવનગર જિલ્લાનાં યુવક-યુવતીઓ કે જેમની ઉંમર 31 ડિસેમ્બર,2023ના રોજ 15 થી 35 વર્ષની હોય તેમણે અત્રેની કચેરીનાં બ્લોગ એડ્રેસ :- dydobvn.blogspot.com પરથી
ફોર્મ મેળવી શકશે. જેમાં યુવક-યુવતીઓએ (૧) પોતાનું નામ-સરનામું, મોબાઈલ નંબર, (૨) જન્મ તારીખ, (૩) શૈક્ષણિક લાયકાત, (૪) વ્યવસાય, (૫) એન.સી.સી,પર્વતા રોહણ,રમતગમત,સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, (૬) શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાક્તરી પ્રમાણપત્ર, (૭) વાલીનું સંમતિ પત્રક, (૮) તાજેતરમાં પડાયેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો, (૯) ઓળખ કાર્ડ, (૧૦) અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત વગેરે માહિતી સાથે જોડવી. અરજી કરવા માટેની છેલ્લી 4 નવેમ્બર,2023 સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, અમરેલીને મોકલી આપવાની રહેશે.અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહિ જેની ખાસ નોંધ લેવી. પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા યુવક યુવતીઓની આ કાર્યક્રમમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલ યુવક-યુવતીઓને ટેલીફોનીક અથવા પત્ર દ્વારા જાણ કરવામાં આવશે. આ માટે કોઈ પત્ર વ્યવહાર કે વાદ વિવાદ કરી શકાશે નહિ. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતીઓને નિવાસ, ભોજનની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર/
