દ્વારકા/અમદાવાદ,01 ડિસેમ્બર (હિ.સ.) દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદ્દન ખાતેના સભાખંડમાં સાંસદ પૂનમ માડમની અધ્યક્ષતામા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સાંસદ પૂનમ માડમે જણાવ્યું હતું કે, જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉકેલવાનું માધ્યમ દિશા મોનીટરીંગ સમિતિ રહી છે. જિલ્લાને મૂંઝવતા પ્રશ્નો વિશે આ બેઠકમાં ફળદાયી ચર્ચા-વિમર્શ કરી ઝડપથી નિરાકરણ લાવીને જિલ્લાને વિકાસના માર્ગે આગળ વધારવા સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ જેથી જનતાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવી શકે.
બેઠકમાં સાંસદએ સરકારની વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી તેમજ જિલ્લાના તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓની અમલવારી તેમજ વિભાગોના લક્ષ્યાંકોની માહિતી મેળવી હતી અને જરૂરી દિશા નિર્દેશ કરી વિવિધ યોજનાકીય લાભો છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે દિશામાં અધિકારીઓ અને પદાધિકારીઓ સૌ સાથે મળી કાર્ય કરે તે માટે જણાવ્યું હતું.
સાંસદએ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ (MGNREGA), દિન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), પ્રધાન મંત્રી કૃષિ સિંચાઈ યોજના ઈન્ટીગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના, નેશનલ સોશ્યલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ, મીડ ડે મિલ સ્કીમ, નેશનલ હેરીટેજ સીટી ડેવલોપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના, અટલમિશન ફોર રીજુવીનેસન એન્ડ-અર્બન ટ્રાન્સફોર્મેશન, નેશનલ રૂરલ ડ્રીન્કિંગ વોટર પ્રોગ્રામ, ડીજીટલ ઈન્ડીયા લેન્ડ રેકોર્ડસ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ, દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, સંકલિત ઉર્જા વિકાસ યોજના, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો-બેટી પઢાવો, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એલ.પી.જી.કનેક્શન ટુ બી.પી.એલ. ફેમિલીઝ, રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા અધિનિયમનો અમલ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, ડીઝીટલ ઈન્ડીયા –પબ્લિક ઈન્ટરનેટ એક્સેશ પ્રોગ્રામ – પ્રોવાઈડીંગ કોમન સર્વિસ સેન્ટર વન ઈચ ગ્રામ પંચાયત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર રીલેટેડ પ્રોગ્રામ લાઈક ટેલીકોમ, રેલવેસ, હાઈવેસ, વોટરવેસ, માઈન્સ વગેરે(રાજકોટ રેલ્વે, ભાવનગર રેલ્વે, બી.એસ.એન.એલ.નેશનલ હાઈવે), પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, ઈ-રાષ્ટ્રીય કૃષિ બજારો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી રોજગારી સર્જન કાર્યક્રમ, આરોગ્યક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, વીજળી, વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતની યોજનાઓમાં હાલ કેટલા કામો પૂર્ણ થયા છે, કેટલા કામ પ્રગતિ હેઠળના તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તથા બેઠકમા લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી થાય તેમજ સમયાંતરે અધીકારીઓ દ્વારા પડતર પ્રશ્નોનુ ફોલો-અપ લેવાય તે માટે સાંસદએ સુચન કર્યુ હતું.
આ ઉપરાંત સાંસદએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન જરૂરિયાતમંદ કોઈ પણ નાગરિક યોજનાકીય લાભથી વંચિત ના રહી જાય, તે દિશામાં કામ કરવા આહવાન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
