• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 268 શૈક્ષણિક જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ
Regional

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 268 શૈક્ષણિક જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ

CliQ INDIA
Last updated: December 7, 2025 8:05 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

– કૃષિ શિક્ષણ અને સંશોધનના કાર્ય માટે પ્રધ્યાપકોનું નવું ચાલક બળ મળતા હવે ખેડૂતોને આધુનિક કૃષિ જ્ઞાનનો મહત્તમ લાભ મળશે

ગાંધીનગર, 7 ડિસેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો અભિગમ હરહંમેશથી ખેડૂત, શિક્ષણ અને રોજગારલક્ષી રહ્યો છે. એ જ અભિગમને આગળ ધપાવતા રાજ્યની મહત્વકાંક્ષી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટમાં ખાલી પડેલી શૈક્ષણિક જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિમણૂક ઓર્ડર આપવામાં થયેલા વિલંબ અંગે અનેક પરીક્ષાર્થીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પરીક્ષાર્થીઓની લાગણીને હકારાત્મક વાચા આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પરામર્શ કર્યા બાદ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભરતીને મંજૂરી આપી છે અને પસંદગી પામેલા 268 ઉમેદવારોને નિમણૂક ઓર્ડર આપવામાં આવ્યા છે.

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા દેશના ખેડૂતો માટે અત્યાર સુધીમાં 583 ખેત ઉપયોગી ભલામણો, 04 પ્રાકૃતિક કૃષિલક્ષી ભલામણો, 04 પેટેન્ટ અને 68 જેટલી પાકોની નવી જાતો વિકસાવવામાં આવી છે, જેના પરિણામે કૃષિ ક્ષેત્ર વધુ સમૃદ્ધ અને દેશના આર્થિક વિકાસને સતત વેગ મળ્યો છે. આ યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી પ્રાધ્યાપકો તથા વૈજ્ઞાનિકોની જગ્યાઓ ખાલી હોવાના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ અને કૃષિ સંશોધનો પર તેની સીધી અસર થતી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ ઘણા સમયથી ખાલી પડેલી શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક મંજૂરી આપી હતી. રાજ્ય સરકારની મંજૂરી બાદ યુનિવર્સિટી દ્વારા પ્રાધ્યાપક સંવર્ગની 40 જગ્યાઓ, સહ પ્રાધ્યાપક સંવર્ગની 73 જગ્યાઓ અને મદદનીશ પ્રાધ્યાપક સંવર્ગની 155 જગ્યાઓ મળી કુલ 268 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી.

દેશનું ભવિષ્ય નિર્ધારિત કરતા આ પ્રાધ્યાપકોની ભરતી પ્રક્રિયાના સંપૂર્ણ પારદર્શિતા સાથે પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પગલાઓ લેવામાં આવ્યા હતા અને બે ઓબ્ઝર્વરની નિમણૂક પણ કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઘણા સમયથી નિમણૂક ઓર્ડરની રાહ જોતા અનેક પરીક્ષાર્થીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને સમગ્ર ભરતી પ્રક્રિયા તથા બે ઓબ્ઝર્વરના અહેવાલની સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના સૂચનથી ભરતીને મંજૂરી આપવામાં આવી છે અને ગત તા. 05 ડિસેમ્બરના, 2025ના રોજ 268 પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક ઓર્ડર પણ એનાયત કરી દેવામાં આવ્યા છે.

આ સફળ ભરતીને કારણે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને યોગ્ય શૈક્ષણિક અને સંશોધન સ્ટાફ મળ્યો છે. જેના પરિણામે હવે કૃષિ શિક્ષણ અને કૃષિ સંશોધનના કાર્યને નવું ચાલક બળ મળશે તથા દેશના ખેડૂતોને આધુનિક કૃષિ જ્ઞાનનો મહત્તમ લાભ મળી શકશે. આ નિર્ણય યુવા શક્તિ અને કૃષિ ક્ષેત્રના વિકાસ પ્રત્યેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે, તેમ જણાવી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રારએ મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

—————

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ

You Might Also Like

સરહદી અબડાસાના અરજણપરના ખેડૂત પ્રાકૃતિક પધ્ધતિથી બાજરાની ખેતી કરીને પ્રેરણારૂપ બન્યા | BulletsIn
નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વધુ એક નવતર કદમ
અમરેલી:ધારીમાં ભાજપના મહિલા અગ્રણી અને પૂર્વ મંત્રીની મધુબેન જોશીની હત્યા
મહેસાણા RTOમાં પસંદગીના વાહન નંબર માટે ઓનલાઈન ઓક્શન
જામનગર શહેર ભાજપ દ્વારા વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થતા સમૂહગાન યોજાયું

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇન્ડિગો કટોકટીના છ દિવસ: આજે 1,500 ફ્લાઇટ્સ ચલાવવાનું એરલાઈન નું લક્ષ્ય
Next Article પ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળ ઝંડા દિવસ પર બહાદુર સૈનિકોને નમન કર્યા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?