ગીર સોમનાથ, 22 સપ્ટેમ્બર (હિ.સ.) અમૃત પર્વ: સ્વદેશી થી વિકસિત ભારત અંતર્ગત સ્વદેશી અપનાવો વિષય પર સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળ દ્વારા વ્યાખ્યાન યોજાયા હતાં.
આ વ્યાખ્યાનમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તેમજ અંગ્રેજી વિષયના પ્રોફેસર ડૉ. ચેતન ત્રિવેદી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રો. ચેતન ત્રિવેદીએ આત્મનિર્ભર ભારત બનવા ઉપર કઈ રીતે સ્વદેશી કંપનીની વસ્તુઓનો ઉપયોગ કરીને આગળ વધી શકાય તેની વિસ્તૃત માહિતી આપી હતી.
સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્ય ડો. સ્મિતાબેન છગે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આપણા ભારત દેશને વિકાસશીલમાંથી વિકસિત ભારત બનાવવાનું આપણું લક્ષ્ય સ્વદેશી અપનાવીને સાકાર કરી શકીએ છીએ. સ્વદેશી વસ્તુઓ અપનાવી ભારતની ઇકોનોમીને મજબૂત બનાવવામાં નાગરિક તરીકે આપણે યોગદાન આપી શકીએ છીએ.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપક કાજલ એ. બારડ એ કર્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડૉ.એમ.જે.બંધિયા તેમજ પ્રો. એમ.બી. સોલંકી, ચોકસી કોલેજના પ્રિન્સિપlલ ડૉ.નિલેશ જોષી, સવજાણી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જીગર રાવલ તેમજ વેરાવળ એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી ગીરીશભાઈ કારિયા સહભાગી થયાં હતાં.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
