ગીર સોમનાથ ૭ ઓક્ટોબર (હિ.સ.) શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના ૧૯મા યુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ તા.૦૭/૧૦/૨૦૨૫ના મંગળવારે સવારે ૧૧:૦૦ કલાકે યુનિવર્સિટી પરિસરમાં યોજાયો. તદ્ પૂર્વે સવારે ૯:૩૦ કલાકે ટાવર ચોકથી યુનિવર્સિટી પરિસર સુધી એક સુંદર સંસ્કૃત શોભાયાત્રાનો પ્રારંભ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ અને કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરાના હસ્તે કરવામાં આવ્યો. યુનિવર્સિટીના પદાધિકારીઓ, ગુજરાતભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકો, અધ્યાપકો/અધ્યાપિકાઓ અને યુનિવર્સિટી કર્મચારીગણે આ યાત્રામાં ભાગ લીધો. યુનિવર્સિટી પરિસરમાં વાજતે ગાજતે પહોંચેલી સંસ્કૃત શોભાયાત્રાનું સ્વાગત કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિએ કર્યું, યુવક-મહોત્સવનો ધ્વજ ફરકાવ્યો અને મશાલની યથોચિત સ્થાને સ્થાપના કરાવી. યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરાએ તમામ સ્પર્ધકો પાસે ખેલદીલીપૂર્વક રમવાની અને યુનિવર્સિટીનું ગૌરવ વધારવાની પ્રતીજ્ઞા લેવડાવી. આ સંસ્કૃત શોભાયાત્રાનું સંચાલન યુનિવર્સિટી સંચાલિત કોલેજના જ્યોતિષના પ્રાધ્યાપક ડૉ.રમેશચન્દ્ર શુક્લએ કરેલ હતું. અન્ય કામગીરી શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક ડૉ.જયેશકુમાર મુંગરાએ કરી.
ત્યારબાદ ઉદ્ઘાટન સમારોહની શરૂઆતમાં મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું. યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરાએ સૌનું સ્વાગત કર્યું તથા સૌ મંચસ્થ મહાનુભાવોનો પરિચય કરાવી ૧૯મા યુવક મહોત્સવ અંગે સૌને અવગત કર્યાં. મંચસ્થ મહાનુભાવો દ્વારા યુનિવર્સિટીના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું,
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
